નવી દિલ્હીઃ ચક્રવાત એ પવનની એક વિશાળ પ્રણાલી છે, જે વિષુવવૃત્તની ઉત્તરથી દક્ષિણ દિશામાં દક્ષિણાવર્ત ફરતી રહે છે. વિષુવવૃત્તીય સીમા સિવાય પૃથ્વીના લગભગ તમામ પ્રદેશોમાં ચક્રવાત પવન ફરે છે અને સામાન્ય રીતે વરસાદ અથવા બરફ સાથે સંકળાયેલા હોય છે.
ભારત હાલ અમ્ફાન નામના પ્રકોપી ચક્રવાતી તોફાન સામે લડવાની કરવાની તૈયારી કરી રહ્યું છે. જે 20 મેના રોજ ભારતીય દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. નોંધનીય છે કે, અમ્ફાન ચક્રવાત જેની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુંડુચેરી પર પડી શકે છે. જેમાં સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થવાની સંભાવના છે.