લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે જેમાં દેશની અલગ અલગ 184 બેઠકો પર નામ બહાર આવી ગયા છે. આ યાદીમાં ગુજરાતની એક માત્ર હાઈપ્રોફાઈલ બેઠક મનાતી ગાંધીનગર સીટ પરથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સતત 6 વખત સાંસદ રહી ચૂકેલા BJPના ટોંચના સિનિયર નેતા એવા લાલકૃષ્ણ અડવાણીનુ પત્તું કપાઈ ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પ્રથમ યાદીમાં તો અડવાણીનું નામ જાહેર થયું નથી, બની શકે કે, બીજી યાદીમાં તેમનું નામ જાહેર થાય.
આપને જણાવી દઈએ કે, ગાંધીનગર સીટ પરથી અડવાણી 1998ના સમયથી જીતતા આવ્યા છે. જ્યારે આ વખતે BJPએ તેમને સાઇડ લાઇન કરી નાખ્યા છે, તેનું કારણ તો એક માત્ર જ કહી શકાય કે અડવાણીની ઉંમરને લઈને BJPએ તેમને સાઇડલાઇન કર્યા હોય.
આ સમગ્ર બાબતને લઇને હાલ લોકોમાં માત્ર એક જ ચર્ચાનો વિષય બન્યો છે કે, ગાંધીનગર બેઠક પરથી અડવાણીને કેમ ટીકીટ ન અપાઇ અને અમિત શાહના જ નામની જાહેરાત થઈ?