અમિત શાહના ભાષણના કેટલાક અંશો
- મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરવાનું છે કે, તેમણે રાષ્ટ્રવાદી પાર્ટી સાથે જવું છે કે, પરિવારવાદી પાર્ટિ સાથે જવુ છે.
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં બે પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે. એક ભારતમાં પોતાનું સર્વસ્વ માનનારી પાર્ટી ભાજપ છે. બીજી તેમના પરિવારને સર્વસ્વ માનનારી કોંગ્રેસ અને એન.સી.પી છે.
- મોદીના આવ્યા બાદ પરિવારવાદી પાર્ટીની નાવ ડગમગે છે. હવે કાશ્મીરમાં પણ પરિવારવાદી પાર્ટીઓનો સફાયો થશે.
- સંસ્કૃતિની રક્ષા માટે કલમ 370ની જરુરત નથી. ન ગુજરાતને જરુરત પડી, કે મહારાષ્ટ્ર, કેરળને જરુર પડી છે. જમ્મૂ-કાશમીરમાં ભ્રષ્ટાચા બંધ થાય તે માટે ત્યાં 3 પરિવારે 370 કલમ સંભાળીને રાખી છે.
- કાશ્મીરના વિકાસ માટે મોકલેલા 2 લાખ 27 હજાર કરોડ રુપિયા ત્યાંની જનતા સુધી પહોચ્યા નથી.
- વડાપ્રધાન મોદીએ કલમ 370 અને 35 A દુર કરી છે.
- 5 ઓગસ્ટ 2019ને થી આજ સુધી કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. 99 ટકા લેન્ડલાઈન કાર્યરત છે.
- કલમ 370ના કારણે દેશમાં આતંકવાદ આવ્યો છે. જે બાદ કાશ્મીરથી કાશ્મીર પંડિતો, સૂફી,સંતોએ હિજરત કરવી પડી.
- 370 દુર કરવો એ ભાજપ માટે રાજકીય મુદો નથી.
- રાહુલ બાબા તો આજકાલથી રાજનીતિમાં આવ્યા. અમારી 3-3 પેઢીઓએ કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછીપાની નથી કરી
- છેલ્લા 2-3 દિવસથી કોંગ્રેસ અને એન.સી.પી કહે છે કે, આ ન થયુ તો તે જીતી જશે તે ન થયુ તો જીતી જશે. હું કહેવા માંગુ છું કે, કાંઈ પણ થાય મહારાષ્ટ્ર ચૂંટણીના શ્રીગણેશ 370 દુર કર્યાના પરિચય કાર્યક્રમથી શરુ થાય છે.
- આ હર્ષ કાર્યક્રમ છે.જે મહાર3ષ્ટ્રની ચૂંટણીના શ્રીગણેશ કલમ 370 દૂર કર્યાના પરિચય કાર્યક્રમથી થાય છે.
- મહારાષ્ટ્રની ચૂંટણીની ધોષણા થયા બાદ આ પ્રથમ સભા હતી.