ગૃહપ્રધાને આગળ જણાવ્યું હતું કે, હું પોતે જ એક નોન હિન્દી રાજ્યમાંથી આવી રહ્યો છું. આ તમામ વિરોધ ત્યારથી ચાલું થયો છે, જ્યારથી અમિત શાહે હિન્દી દિવસના અવસરે હિન્દી માધ્યમથી સમગ્ર દેશને જોડવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ ભાષા અને બોલી આપણા દેશની તાકાત છે. પણ હવે દેશને એક ભાષાની જરૂર છે. જેથી વિદેશી ભાષાને અહીં જગ્યા ન મળે. સાથે સાથે તેમણે હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાની પણ અપિલ કરી હતી.
ગૃહપ્રધાન અમિત શાહે આપેલા આ નિવેદન બાદ ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને દક્ષિણ ભારતના ભાજપના જ નેતા કર્ણાટકના મુખ્યપ્રધાને પણ ટ્વીટ કરી પરોક્ષ રીતે વિરોધ નોંધાવ્યો છે.
તો વળી સાઉથના નેતા અને અભિનેતાઓમાં કમલ હાસન તથા હાલમાં રજનીકાંતે પણ હિન્દીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.