નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર રાષ્ટ્રવ્યાપી જન જાગૃતિ અભિયાનને લઈ અમિત શાહ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શનને જોતા સમગ્ર દેશમાં જન જાગૃતિ અભિયાન શરુ કર્યું છે.
ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશમાં વિશેષ જન જાગરણ અભિયાન ચલાવશે. આજે અમિત શાહ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 23 જાન્યુઆરીના રોજ આગરામાં યોજાનાર એક રેલીને સંબોધન કરશે. ભાજપ સમગ્ર દેશમાં 6 રેલી કરશે.
CAA અને NRC વિરોધમાં દિલ્હીમાં થયું પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાનૂન અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશન વિરોધમાં સોમવારના રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાજધાની દિલ્હીમાં મંડી હાઉસથી લઈ જંતર મંતર સુધી રેલી કાઢી હતી.