નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ લગભગ અડધો કલાક એલ.કે. અડવાણીના નિવાસસ્થાને હાજર રહ્યા હતા.
હાલના ઘટનાક્રમને કારણે ગૃહપ્રધાન અમિત શાહની અડવાણી સાથેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી વિવાદિત બાબરી મસ્જિદના તોડવાના કેસમાં 24 જુલાઈએ સીબીઆઈની વિશેષ અદાલતમાં હાજર થવાના છે. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન રેકોર્ડ કરશે.
તેમણે આ નિવેદન સીઆરપીસીની કલમ 313 હેઠળ કોર્ટ સમક્ષ રેકોર્ડ કરવાનું રહેશે. અડવાણી પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી 23 જુલાઈએ નિવેદન આપશે.
સૂત્રોનું કહેવું છે કે, ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી સાથે વાતચીત કરી હતી. તે જ સમયે, સૂત્રો એમ પણ કહે છે કે શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે અયોધ્યામાં થવાનું છે. લાલકૃષ્ણ અડવાણી એવા નેતા છે જેમણે રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી અડવાણીને આમંત્રણ આપવા ચર્ચા થઈ રહી છે. ભૂમિપૂજનના મુદ્દે પણ ચર્ચા બહાર આવી રહી છે.