કલકત્તા: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. કલકત્તામાં અમિત શાહે સુધારેલા નાગરિકતા કાયદાના સમર્થનમાં આયોજીત એક રેલીમાં ભાગ લીધો હતો. આ અગાઉ, તેમણે રાજારહટ ખાતે નવનિર્મિત રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શાહે કોલકાતાના NSG કાર્યક્રમમાં કહ્યું હતું, કે અમારી નીતિ કોઈ પણ કિંમતે આતંકવાદને સાંખી લેશે નહીં. ભારત હવે સર્જિકલ સ્ટ્રાઈકના મામલે અમેરિકા અને ઈઝરાયલ જેવા દેશોની યાદીમાં જોડાયો છે.
અમિત શાહ રવિવાર સવારે 11 વાગે કલકત્તા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા રાજારહટ ન્યૂ-ટાઉન એક્શન એરિયા-3 સ્થિત નવા બનેલા નેશનલ સિક્યુરિટી ગાર્ડ કેમ્પમાં ગયા હતા. શાહે રાજારહાટમાં NSGના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, આજે તેમના માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે કે, NSGને હળવાશથી કાર્ય કરવા માટે જે પ્રકારની સુવિધાની જરૂર હતી. એ સુવિધાની પરિપૂર્ણતામાં એક કદમ આગળ છે. કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેનું આ કાર્યક્રમમાં ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કર્યું હતું.
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત કરશે કે, NSGએ ભારત સરકાર માટે પાંચ વર્ષમાં જે અપેક્ષાઓ નિર્ધારિત કરી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સરકારે સીએએ અંગે મૂંઝવણ ઊભી કરી છે. અમિત શાહ આ મૂંઝવણને દૂર કરવા આવી રહ્યા છે. શાહ બંધ રૂમમાં નડ્ડા અને ભાજપના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે, અને આગામી નાગરિક સંસ્થાની ચૂંટણી માટે રણનીતિ પણ તૈયાર કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, વિપક્ષ માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ-એમ)એ અમિત શાહની મુલાકાત દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. તેથી અમિત શાહની મુસાફરીના માર્ગ પર ભારે સુરક્ષા દળનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.