નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ટોચ પર છે. બન્ને દેશોની સેનાઓ સામ-સામે આવી ગઇ છે. એક્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીનની રણનીતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેના બોફોર્સ હોવિત્ઝર તોપ યુદ્ધ માટે તૈયારી કરી રહી છે. આર્મીના ઇજનેરો 155 મીમી બોફોર્સ તોપોની સર્વિંસીગ કરી રહ્યા છે.
લદ્દાખમાં સેનાના ઇજનેરો બોફોર્સ તોપોની સર્વિસીંગ કરતા જોવા મળ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તે થોડા દિવસોમાં યુદ્ધ માટે તૈયાર થઈ જશે.
બોફોર્સ તોપોએ જમ્મુ-કાશ્મીરના ડ્રાસમાં ઓપરેશન વિજયની ઘણી લડાઇઓ જીતવા ભૂમિકા ભજવી હતી.
1999ની કારગિલ યુદ્ધમાં બોફોર્સ તોપોએ પાકિસ્તાન સામેના પર્વતો પરના બંકર અને પાયાને સરળતાથી નાશ કરી દીધા હતા. આ તોપોથી પાક આર્મીને ભારે નુકસાન થયું હતું.