અમેરિકાએ ઈરાનના મિસાઈલ કંટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર સાઈબર હુમલો કર્યો છે. હુમલાથી રોકેટ અને મિસાઈલ પ્રક્ષેપણમાં ઉપયોગ થનારા કોમ્પ્યૂટરને નુકસાન પહોચ્યુ હતુ.
અમેરિકાએ સામરિક ફોર્મૂજા જલડમરુ મધ્યમથી જહાજો પર નજર રાખનાર એક જાસૂસી સમૂહને નિશાને બનાવ્યું હતુ. અમેરિકાનો આરોપ છે કે, ઈરાને આ જગ્યા પર બે વખત તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો.
બંને દેશો વચ્ચે પરમાણું કરારને લઈ તણાવ થયો હતો. ઈરાને અમેરિકાના ડ્રોનને નુકસાન કર્યુ હતુ. ઈરાનનો દાવો છે કે, ડ્રોને હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રંપે ટ્વીટ પર નારાજગી વ્યકત કરી ઈરાનની ટીકા કરી હતી. ટ્રંપે ઈરાન પર હુમલો કરવાની વાત કરી હતી.
જેને કારણે અમેરિકા પણ હવે ઈરાન પર મોટો પ્રતિબંધ લગાવશે.