ETV Bharat / bharat

કોરોના સામે લડાઈમાં ડોકટર્સની સુરક્ષા માટે વટહુકમ, સાત વર્ષ સુધીની કેદની જોગવાઈ - કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે

કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે લેવામાં આવેલા કડક નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપી હતી કે, કોરોના વોરિયર્સની સાથે હિંસા કરવામાં આવશે, તો હવે સાત વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે.

કોરોના
કોરોના
author img

By

Published : Apr 22, 2020, 5:32 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોરોના વૉરિયર્સ પર જે કોઇ લોકો હુમલો કરશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે લેવામાં આવેલા કડક નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપી હતી.

જાવેડકરે જણાવ્યું કે, આ મહામારી માંથી દેશને બચાવવા માટે કાર્ય કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ હુમલાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સામે કોઈ ઘટના સહન કરવામાં આવશે નહીં. એક વટહુકમ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો અમલ કરવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યકર્મીઓના વાહન અને ક્લિનિકને નુકસાન કરશે, તો આરોપીઓ પાસેથી નુકસાન થયેલી સંપત્તિની બજારની કિંમત કરતા બમણી કિંમત વસૂલવામાં આવશે.

વધુમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, મહામારી રોગ અધિનિયમ 1897માં સંશોધન કરવામાં આવશે અને વટહુકમ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત કોરોના વોરિયર્સ સોમેની હિંસાને બિન જામીનપાત્ર અપરાધ માનવામાં આવશે. આવા અપરાધોમાં 30 દિવસની અંદર તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.