ETV Bharat / bharat

રાજસ્થાનમાં યુનિયને વિરોધમાં એમ્યુલન્સ સેવા કરી ઠપ્પ, ગહેલોત સરકાર પર આક્ષેપ

author img

By

Published : Oct 21, 2020, 1:39 PM IST

રાજસ્થાનમાં આજે એમ્બ્યુલન્સ સેવા બંધ રહેશે. રાજસ્થાન એમ્બ્યુલન્સ કર્મચારી યૂનિયને સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જે માંગ યૂનિયન તરફથી સરકાર સમક્ષ રાખવામાં આવી છે. તે માંગને સરકારે પુર્ણ કરી નથી. આ વિરોધમાં 21 ઓક્ટોબર એટલે કે આજથી રાજસ્થાનમાં એમ્બ્યુલન્સ સેવા બંધ રહેશે.

Ambulance services
Ambulance services

રાજસ્થાન / જયપુર: કોરોના મહામારીમાં દર્દીઓ માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આજથી રાજસ્થાનમાં એમ્યુલન્સ સેવા બંધ રહેશે. રાજસ્થાન એમ્બ્યુલન્સ કર્મચારી યૂનિયને સરકાર પર આરોપ લગાવ્યો છે કહ્યું કે, જે માંગ યૂનિયન તરફથી સરકાર સમક્ષ રજુ કરવામાં આવી છે. તે માંગને સરકારે પૂરી કરી નથી. જેના વિરોધમાં આજથી એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણ પણે બંધ રહેશે.

રાજસ્થાનમાં આજથી એમ્બ્યુલન્સ સેવા બંધ

રાજસ્થાન એમ્બ્યુલન્સ કર્મચારી યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર શેખાવતે જણાવ્યું કે, એમ્બ્યુલન્સ કર્મચારીઓની માંગને લઈ છેલ્લા 6 મહિનાથી એમ્બ્યુલન્સ કર્મચારીઓ સતત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ આજ સુધી એમ્બ્યુલન્સ કર્મચારીની માંગનું સમાધાન કરવામાં આવ્યું નથી. હાઈકોર્ટ દ્વારા નવેમ્બર -ડિસેમ્બર વર્ષ 2019માં 20 ટકા પગાર વધારવાનો આદેશ આપ્યો હતો. જેને આજ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.

કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ સતત તેમની સેવા આપી રહ્યા છે

આ સિવાય કર્મચારી યૂનિયનનું પણ કહેવું છે કે, એમ્બ્યુલન્સની સેવાને ભવિષ્યમાં ચાલુ કરવા માટે જે ટેન્ડર કાઢવામાં આવ્યું છે. તેમાં એમ્બ્યુલન્સ કર્મચારીઓની માંગને પણ સામેલ કરવામાં આવી નથી. જેને લઈ છેલ્લા 12 વર્ષમાં એમ્બ્યુલન્સ સંચાલન કંપની કર્મચારીઓનું શોષણ કરી રહી છે. રાજસ્થાન એમ્બ્યુલન્સ કર્મચારી યૂનિયન પણ એ પણ આરોપ છે કે, એમ્બ્યુલન્સની સેવા આપતી કંપની GVK EMRIની તરફથી કર્મચારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન જ્યાં એમ્બ્યુલન્સના કર્મચારીઓ સતત તેમની સેવા આપી રહ્યા હતા.તો કંપની તરફથી ના તો કોઈ માસ્ક અને સૈનિટાઈઝર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતુ. ત્યારે ત્રસ્ત થઈ કર્મચારી યૂનિયને પ્રદેશમાં 108 અને 104 એમ્બ્યુલન્સથી ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.