દિલ્હીઃ ગત બુધવારે આદર્શન નગરની મૂળચંદ કોલોનીમાં દિલ્હી વિશ્વ વિદ્યાલયના એક વિદ્યાર્થીને માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ પરિવારે પોલીસ પાસે ન્યાયની માગ કરી હતી. હત્યાના એક દિવસ પછી આદર્શનગર પોલીસે હત્યાનો મામલો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે આ આરોપીઓમાંથી બે આરોપી પુખ્ત વયના છે. જ્યારે અન્ય ત્રણ આરોપી સગીર છે. સગીર આરોપીઓને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે.
ઘટનાથી જોડાયેલા સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક છોકરાઓ જબરદસ્તી એક છોકરીને ખેંચીને લઈ જઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો છોકરીના ઓળખીતા છે, જેમણે કોલેજના વિદ્યાર્થીને માર મારી તેની હત્યા કરી દીધી.
મૃતક વિદ્યાર્થીના કાકાએ કહ્યું, ઘટનાને ત્રણ દિવસ થઈ ગયા પછી પણ દિલ્હી સરકાર તરફથી કોઈ પણ વ્યક્તિ તેમને મળવા નથી આવ્યું. અને તેમને આ મામલે કોઈ જાણકારી પણ નથી. જોકે અંતિમ સંસ્કારના દિવસે વિસ્તારના ધારાસભ્ય પવન શર્મા સ્મશાને પહોંચ્યા હતા, પરંતુ અત્યાર સુધી દિલ્હી સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ મૃતકના પરિવારને મળ્યો નથી. ઘટનાથી જોડાયેલા એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક છોકરીને તેના જ ઓળખીતા લોકો ખેંચીને લઈ જઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમણે પહેલા મૃતક વિદ્યાર્થી અને છોકરીને અલગ કરવાનો પ્રયત્ન કર્યો અને રાત્રિના સમયે વિદ્યાર્થીને ઢોર માર મારી તેની હત્યા કરી દીધી હતી.
આદર્શ નગર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓમાંથી આરોપી મોહમ્મદ અફરોઝ અને મુનવર હસન એ પુખ્ત વયના છે. જ્યારે બીજા ત્રણ આરોપીઓ સગીર વયના હોવાથી તેમને સુધાર ગૃહ મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારનો આરોપ છે કે, આમાં બીજા પણ આરોપીઓની સંડોવણી છે, જેમની પોલીસે ધરપકડ નથી કરી.