જામિયા મિલિયા ઈસ્લામિયા મામલે બોલતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, પોલીસ કુલપતિની મંજૂરી વગર પરિસરમાં પ્રવેશ કરી શકતી નથી. જો તેમને પરવાનગી નહોતી, તો કેન્દ્ર સરકાર હસ્તક રહેલી પોલીસે પરિસરમાં કેમ પ્રવેશ કર્યો ? અમે આ બાબતની નિંદા કરીએ છીએ. તેમજ ઘટનાની ન્યાયપૂર્ણ તપાસ થવી જોઈએ.
આઝાદે આગળ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આ તમામની પાછળ કોંગ્રેસ જવાબદાર ઠેરવે છે, પણ જો કોંગ્રેસ આવી હિંસા ભડકાવવામાં માનતી હોત તો આજે તમે સત્તામાં જ ન હોત. આ પાયાવિહોણા આરોપ છે. અમે તેને વખોળીએ છે. આ સમગ્ર પ્રકરણ માટે સત્તાધારી પાર્ટી, વડાપ્રધાન મોદી, અમિત શાહ અને તેમનું પ્રધાનમંડળ જવાબદાર છે.
આ પત્રકાર પરિષદમાં સીપીઆઈ મહાસચિવે કહ્યું કે, જ્યાં સુધી ડાબેરીઓનો સવાલ છે તો અમે 19 ડિસેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરવાનું આહ્વાન કર્યું છે. અમને આશા છે કે, આ વિરોધ પ્રદર્શન મોટા પાયે થશે. અમે તમામ ધર્મ નિરપેક્ષ, લોકતાંત્રિક અને વિરોધમાં સામેલ થનારા લોકોનું સ્વાગત કરીએ છીએ.