બેઠકમાં સ્વીકૃત પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કલમ 0 37૦ અને A 35 એ રદ કરવાના કોઈપણ પ્રયાસના પરિણામો કેન્દ્ર સરકારને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે, તમામ પક્ષોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકીય પક્ષોના નેતાઓને મળવા માટે પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે
આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લાએ સ્વીકૃત પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે કલમ 370 તથા 35 Aને રદ્દ કરવાના પ્રયાસના પરિણામોથી કેન્દ્ર સરકારને જણાવવામાં આવશે.તેમણે કહ્યું કે તમામ પાર્ટીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકીય પક્ષોના નેતાઓને મળવા માટે પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે.
આ અગાઉ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના રાજ્યસભાના સાંસદ નઝીર અહમદ લાવેએ રાજ્યસભાના સાંસદોને પત્ર લખ્યો હતો. આમા લાવે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની માંગ કરી છે.
બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો છીનવા નહીં દઈએ.
ઉપરાંત તેમને કહ્યું કે,‘હું ભારત અને પાકિસ્તાન બન્ને દેશોને અપીલ કરુ છું કે તેઓ એવા કોઈ પણ પગલા ન ઉઠાવે જેનાથી ઘાટીના લોકોને પરેશાની થાય અને બંન્ને દેશો વચ્ચે તણાવ અને ચિંતાનો માહોલ વધે. અબ્દુલ્લાએ કહ્યું કે,‘ખીણનાં સેનાની વધુ તૈનાતીથી સ્થાનિક લોકોમાં ડર છે અને તેઓ ગભરાયેલા છે. આજ દિવસ સુધી આવું ક્યારે થયું નથી કે અમરનાથ યાત્રા સમય પહેલા રદ્દ કરવામાં આવી હોય. જોકે તેમને ઘાટીનો લોકોને શાંતિ જાળવી રાખવા પણ અપીલ કરી છે.
અબ્દુલ્લાએ બેઠકમાં કહ્યું કે,‘વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને કાશ્મીરનાં લોકોનાં હિતને સમજવું જોઇએ. તેમણે એવા કોઇ પણ પગલા ન ઉઠાવવા જોઇએ જેના કારણે માહોલ ખરાબ થાય.’ આપને જણાવી દઈએ કે આ પહેલા પીડીપી પ્રમુખ મુફ્તીએ ટ્વીટ કરીને ફારુક અબ્દુલ્લાને સર્વદળીય બેઠક બોલાવવાની અપીલ કરી હતી.