10 માર્ચે આકાશ અને શ્લોકાના લગ્નનું સેલિબ્રેશન થશે. જેનું જિયો વર્લ્ડ સેન્ટરમાં જ આયોજન કરવામાં આવ્યું છે. 11 માર્ચે રિસેપ્સન યોજાશે. જેમાં બંનેના પરિજનો અને મિત્રો સામેલ થશે. જે રિસેપ્સન પણ જિયો સેન્ટરમાં યોજાશે.
માહિતી મુજબ, આ લગ્નની પહેલા આકાશ તેના મિત્રોને સ્વિઝરલેન્ડમાં પાર્ટી આપશે. જેમાં તેના નજીકના મિત્રો સામેલ થશે. આ પાર્ટી 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. સુત્રોના જણાવ્યાં અનુસાર, આકાશની આ પાર્ટીમાં બોલિવૂડના સેલિબ્રિટીમાં રણબીર કપૂર અને કરણ જોહર જોડાશે. માહિતી મુજબ, રણબીર કપૂર, આકાશ અંબાણીના નજીકના મિત્ર છે. કરણ જોહરની સાથે પણ આકાશની સારી એવી મિત્રતા છે. આકાશ અને શ્લોકાની સગાઇ પહેલા ગોવામાં થઇ હતી, ત્યારે બંનેના રિલેશનશિપની જાહેરાત કરવામાં આવી હતી.
શ્લોકા હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણીની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. શ્લોકા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2009માં ન્યૂજર્સીના પ્રિંસટન યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગઇ હતી. તેને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ લોમાં માસ્ટર્સ કર્યુ છે. આ ઉપરાંત શ્લોકા રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર પણ છે.