અજીત પવારનો અંગત નિર્ણયઃ શરદ પવારનું ટ્વીટ
મહારાષ્ટ્રમાંથી વધુ એક મોટા સમાચાર આવ્યા છે. શરદ પવારે ટ્વીટ કરી કહ્યું, કે ભાજપ સાથે સરકાર ગઠનનો નિર્ણય અજીત પવારનો અંગત છે. એનસીપી પક્ષને આ નિર્ણય સાથે કોઈ સંબંધ નથી.
શરદ પવારે આ અંગે સ્પષ્ટતા કર્યા બાદ હવે મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાયુ છે. ત્યારે શરદ પવારની સાથે કેટલા ધારાસભ્યો છે અને અજીત પવાર પાસે કેટલા સભ્યોનું સમર્થન છે, તે જોવું રહ્યું. બીજીતરફ શરદ પવાર બાદ હવે કોંગ્રેસની પ્રતિક્રિયાની રાહ છે.
શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે સમગ્ર ઘટના સંદર્ભે કહ્યું કે, આ ફક્ત એન.સી.પી. કે શિવસેનાનું નહીં પરંતુ છત્રપતિના મહારાષ્ટ્રની પ્રજાનું અપમાન છે. અજીત પવારને રસ્તે ફરવું મુશ્કેલ થઈ જશે.
બંધબારણે રમાયેલી રાજરમતમાં શિવસેના પ્રમુખ ઉદ્ઘવ, એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સંજય રાઉત સહિત કોંગ્રેસના દિગ્ગજો થાપ ખાઈ ગયા છે.