અગાઉ પણ તેઓ ત્રણ અઠવાડીયાની રજા ભોગવીને આવ્યા છે.
એક વર્ષમાં એક દોષિતને નિયમ અનુસાર સાત વાર રજા મળી શકે છે. અરજી કર્તાને રજા આપવી કે ન આપવી તેનો અંતિમ નિર્ણય જેલમાં ઉપરી અધિકારીનો હોય છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અજય ચૌટાલા દિકરા દુષ્યંત ચૌટાલા શપથ ગ્રહણમાં સામેલ થવા ઈચ્છે છે. આપને જણાવી દઈએ કે, દુષ્યંત ચૌટાલા હરિયાણામાં નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવાના છે.
દુષ્યંત ચૌટાલાના નેતૃત્વ વાળી જનનાયક જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપને સમર્થન આપી નવી સરકારમાં મુખ્ય ભૂમિકામાં રહેવાની જાહેરાત કરી હતી.
90 સીટો વાળી વિધાનસભામાં દુષ્યંતની પાર્ટી જેજેપીએ 10 ધારાસભ્યો સાથે સમર્થન આપ્યું છે. જેમાં બંને પાર્ટીએ નક્કી કર્યું છે કે, ભાજપના મુખ્ય પ્રધાન હશે અને જેજેપીના નાયબ મુખ્ય પ્રધાન હશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા સાથે મળી શુક્રવારના રોજ પ્રેસ કોન્ફરંસ યોજી ગઠબંધનની જાહેરાત કરી હતી.
ફેબ્રુઆરી 2013માં હરિયાણામા પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના ધારાસભ્ય દિકરા અજય ચૌટાલાને ત્રણ અન્ય સરકારી અધિકારીઓ સાથે ખોટા દસ્તાવેજના ઉપયોગ કરી રાજ્યમાં ત્રણ હજારથી પણ વધારે શિક્ષકોની ગેરકાનૂની ભરતી કરવાના આરોપમાં સીબીઆઈની વિશેષ અદાલતે 10 વર્ષની સજા સંભળાવી છે.