સરકારી વિમાનન કંપની એર ઈન્ડિયા એક બાજુ દેવા તળે દબાયેલી છે તો બીજી તરફ ઘણાં સરકારી વિભાગ કરોડો રૂપિયાનું ઉધાર દબાવીને બેઠા છે. ફંડની અછતનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાએ હવે ઉધારની ટિકિટ પર મુસાફરી કરાનારાઓને ના કહી દીધી છે. કંપનીએ તે સરકારી એજન્સીઓના અધિકારીઓની ટિકિટ આપવાનું બંધ કરી દીધું છે.
આ યાદીમાં CBI, IB, ED, કસ્ટમ કમિશ્ન, ઇન્ડિયન ઓડિટ બ્યૂરો, સેન્ટ્રલ લેબર ઇન્સ્ટિટ્યૂટ, ક્ન્ટ્રોલર ઓફ ડિફેન્સ અકાઉન્ટ્સ અને BSF સામેલ છે. તાજેતરમાં જ એરલાઇનના 800 પાયલટના સંઘ ઇન્ડિયન કમર્શિયલ પાયલટ્સ એસોસિએશને (ICPA) સરકારને ચેતવણી આપી હતી કે, એરલાઇનના ભવિષ્યની અનિશ્વિતતાઓના લીધે ધીરજ ખૂટી રહી છે. અમે કામ કરવાની સ્થિતિમાં નથી. રિપોર્ટ પ્રમાણે પાયલટને ઓક્ટોબરનું ફ્લાઇંગ અલાઉન્સ પણ હજૂ સુધી નથી મળ્યું.
સરકાર અને તેની એજન્સીઓ માટે સત્તાવાર પ્રવાસ માટે એર ઈન્ડિયા પહેલી પ્રાથમિકતા છે અને ખાનગી કંપનીઓની ટિકિટ ત્યારે જ ખરીદી શકાય છે, જ્યારે તે ગંતવ્ય માટે એર ઈન્ડિયાની સેવા ઉપલબ્ધ નથી. જો કે, દુર્ભાગ્યથી આ સરકારી અધિકારી પેમેન્ટ મામલે સક્રિયતા નથી દર્શાવી રહ્યાં.