વડાપ્રધાન મોદી અને ભારતના અન્ય દિગ્ગજ વ્યક્તિઓના પ્રવાસ માટે આગામી વર્ષથી વિશેષ પ્રકારના બે B 777 વિમાનોનું સંચાલન ભારતીય વાયુ સેનાના પાયલટ દ્વારા કરવામાં આવશે.
સત્તાવાર માહિતી પ્રમાણે, વિમાનની જાળવણી એર ઈન્ડિયાની સહયોગી કંપની એર ઇન્ડિયા એન્જિનીયરીંગ સર્વિસેઝ લિમિટેડ (AIESL)ની હેઠળ કરવામાં આવશે.
હાલ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ અને વડાપ્રધાન મોદી માટે એર ઈન્ડિયાના વિમાન બી 747નો ઉપયોગ થતો હતો. આ વિમાનોને એર ઈન્ડિયાના પાયલટ ઉડાવે છે. જેની જાળવણી AIESL દ્વારા થાય છે. આ B 747 વિમાનનો ઉપયોગ મહાનુભાવોની સેવા સિવાય વેપારીક હેતુ માટે પણ કરવામાં આવે છે.
એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર, આ બે B 777 વિમાન આગામી વર્ષે જુલાઈમાં અમેરિકાથી ભારત લઇ આવવામાં આવશે. જેના પર એર ઈન્ડિયા વન લખેલું હશે. આ વિમાન ફક્ત વાયુ સેનાના પાયલટ જ ઉડાવી શકશે. જે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ઉપયોગ માટે લેવાશે.
આ વિમાન B 777 વિમાન માટે વાયુસેનાના માત્ર 4-6 પાયલટને એર ઈન્ડિયા દ્વારા તાલીમ આપવામાં આવી છે.