નવી દિલ્હી: એર ઇન્ડિયાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી 4 મે પછી હવાઈ યાત્રી કરવા ટિકિટનું બુકિગ શરૂ થઈ ગયું છે. જેમાં હાલ પુરતી ઘરેલું ફ્લાઇટ્સ માટે જ આ ટિકિટ બુક કરાવી શકાશે.
કોરોના ચેપના ફેલાવાને કારણે ભારતમાં લોકડાઉન છે, ત્યારે ભારતમાં 3 મે સુધી આ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જેથી લોકોની અવરજવર પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
જો કે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરકારે અનેક છૂટ આપવાનું પણ કહ્યું છે. જેથી એર ઈન્ડિયાએ પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી છે કે, આગામી 4 મે પછી હવાઈ યાત્રીની ટિકિટ આજથી બુક કરાવી શકાશે. જેમાં હાલ પુરતી ઘરેલું ફ્લાઇટ્સ માટે જ આ ટિકિટ બુક કરાવી શકાશે.
આ ઉપરાંત 1 જૂનથી આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ ટિકિટ ઉપલબ્ધ થશે. એર ઇન્ડિયાએ લખ્યું છે કે, હાલ દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. જેને આધારે જ હવાઈ યાત્રા અંગે વધુ અપડેટ કરવામાં આવશે.