ETV Bharat / bharat

AIDMKએ પલાનીસ્વામીના સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરી - વિધાનસભા ચૂંટણી

તમિલનાડુની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને AIDMK એ આજે તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની ઘોષણા કરી છે. પલાનીસ્વામી તમિલનાડુ 2021 વિધાનસભા ચૂંટણી માટે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે.

AIADMK announces E K Palaniswami as CM candidate for 2021 Tamil Nadu Assembly polls
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પલાનીસ્વામી AIDMK ના સીએમ પદના ઉમેદવાર હશે, પન્નીરસેલ્વમે કર્યું એલાન
author img

By

Published : Oct 7, 2020, 12:53 PM IST

ચેન્નઇ : તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામી 2021માં થનાર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં AIDMK ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે. આ જાણકારી પાર્ટીના શીર્ષ નેતા અને તમિલનાડુના ઉપ મુખ્યપ્રધાન અને નેતાઓ પન્નીરસેલ્વમ તરફથી આપવામાં આવી છે.

પાર્ટીના સંયોજક પલાનીસ્વામીએ 11 સભ્યોની સ્ટીયરીંગ કમિટીની રચનાની ઘોષણા કરી હતી. જેમાં ડિંડીગુલ સી શ્રીનિવાસન, પી થંગામની અને એસપી વેલુમનીનો સમાવેશ થાય છે.

પનીરસ્લ્વામ સાથે પલાનીસ્વામી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પાર્ટી મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મને એ વાતની ખુશી થાય છે કે અમારા પ્રિય ભાઈ પલાનીસ્વામી 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએડીએમકે (AIDMK) ના મુખ્ય પ્રધાનના વિજેતા ઉમેદવાર હશે.'

તેમણે કહ્યું કે આ સિવાય પલાનીસ્વામી, પાર્ટી ઉપ સમન્વયક કે.પી મુનુસામી, આર વૈથીલિંગમ અને સંચાલન સમિતિના સદસ્યોએ પલાનીસ્વામીને ઉમેદવાપ બનાવવા માટે સર્વસમ્મતિથી નિર્ણય લીધો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.