જયપુર: રાજસ્થાનની રાજધાનીમાં આવેલા જોબનેર વિસ્તારના લોકો છેલ્લા પચ્ચીસ વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. શ્રી કરણ નરેન્દ્ર એગ્રીકલ્ચર યુનિવર્સીટીએ પણ પાણીનો પુરવઠો મેળવવા માટે ટેન્કરની મદદ લેવી પડી હતી. પરંતુ હવે, આ યુનિવર્સીટીએ એક ટેક્નીક શોધી કાઢી છે જે ફક્ત તેમને જ નહી પરંતુ તેની આસપાસના વિસ્તારને પણ મદદરૂપ થશે.
આ પ્રદેશના પશ્ચીમ વિસ્તાર જેવા કે, બારમેર, જેસલમેર અને બીકાનેર જેવા વિસ્તારના લોકોને તોમની પાણીની જરૂરીયાત પુરી કરવા માટે અનેક કીલોમીટર સુધી પ્રવાસ કરવો પડે છે. પરંતુ હવે આ પ્રદેશના અન્ય કેટલાક વિસ્તારોને પણ ‘ડાર્ક ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. આ પરીસ્થીતિમાં રાજ્યના અન્ય જીલ્લાઓની પરીસ્થીતિ પણ સરહદી વિસ્તારો જેવી બની ગઈ છે. જયપુરથી માત્ર 40 કીલોમીટર દુર આવેલા જોબનેર વિસ્તારમાં પરીસ્થીતિ વધુ ખરાબ થઈ રહી છે. અહીં ભૂગર્ભજળનુ સ્તર સતત નીચે જઈ રહ્યુ છે.
જળસંચય દ્વારા ભૂગર્ભજળના સ્તરમાં વધારો થયો છે.
જોબનેર વિસ્તારમાં દેશની સૌથી પ્રાચીન એગ્રીકલ્ચર યુનિવર્સીટી આવેલી છે જેની સ્થાપના ભારતની આઝાદી પહેલા કરવામાં આવી હતી. હવે તે શ્રી કરણ નરેન્દ્ર એગ્રીકલ્ચર યુનિવર્સીટી તરીકે વિખ્યાત છે. આ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને પ્રાણીઓના પ્રેક્ટીકલની સાથે પાક વિશે પણ અભ્યાસ કરાવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી આ યુનિવર્સીટી પાણીની ગંભીર અછતનો સામનો કરી રહી છે.
આ યુનિવર્સીટીને વર્ષ 1995થી પાણીની અછતને પહોંચી વળવા માટે ટેન્કરની મદદ લેવાની ફરજ પડી રહી છે. પરંતુ હવે આ યુનિવર્સીટીના સત્તાવાળાઓની ઉત્તમ જળસંચાલનની ટેક્નીકના કારણે, માત્ર યુનિવર્સીટીમાં જ નહી પરંતુ આસપાસના અન્ય વિસ્તારોમાં પણ પાણીની અછતની મુશકેલીનો હવે અંત આવ્યો છે. યુનિવર્સીટીના વહીવટીતંત્ર દ્વારા પાણીના સંચયન માટે કરવામાં આવેલા કામને કારણે તેના આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તર 50 ફુટ ઉંચા આવ્યા છે.
125 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાએલી આ યુનિવર્સીટીમાં વર્ષ 1985 સુધી પાણીની અછત જેવી કોઈ મુશ્કેલી ન હતી. આ યુનિવર્સીટીમાં પાક પણ લેવામાં આવતો હતો. પરંતુ વર્ષ 1985 બાદ આ વિસ્તારના ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જવા લાગ્યુ. વર્ષ 1995 સુધીમાં અહીં પાણી પૂર્ણ થઈ ગયુ હતુ. ત્યારબાદના 25 વર્ષ સુધી યુનિવર્સીટીને પાણીની અછતમાંથી પસાર થવુ પડ્યુ અને પુરતુ પાણી મેળવવા માટે અનેક મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો.
અહીં વહી જતા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
પાણી બાબતે સ્વતંત્ર બનવા માટે, મ્યુનીસીપાર્ટીની મદદ મેળવીને કોલેજના વહીવટી તંત્ર દ્વારા નજીકની ટેકરી પર આવેલા જ્વલા માતાના મંદીર પરથી વહેતા વધારાના પાણીમાંથી શુદ્ધ પાણી તૈયાર કર્યુ હતુ. આ યુનિવર્સીટી દ્વારા 33 લાખ લીટરની ક્ષમતાના 3 અને 3 કરોડ લીટરની કેપેસીટી ધરાવતા એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ વિસ્તારની નજીક પણ તેમણે કેટલાક અન્ય તળાવ બનાવ્યા છે.
નોંધનીય છે કે પહેલા જે પાણી ટેકરી પરથી વહીને બરબાદ થતુ હતુ તે પાણીને હવે આ તળાવમાં એકઠુ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અન્ય તળાવામાં સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે આ તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે આ પાણીને જ્વાલા દરિયામાં છોડી દેવામાં આવે છે. આ તળાવમાંથી યુનિવર્સીટીએ પુરતુ પાણી મેળવવાની વ્યવસ્થા કરી છે જ્યારે અન્ય તળાવ આ વિસ્તારના ભૂગર્ભજળને રીચાર્જ કરવાનું કામ કરે છે.
અમે 33 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 3 તળાવ બનાવ્યા છે: જી. એસ. બંગરાવા
આ પ્રોજેક્ટના જનક છે તેવા યુનિવર્સીટીના ભૂતપુર્વ ડીન, જી. એસ. બંગરાવાએ અમને જણાવ્યુ હતુ કે, તેમણે 33 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 3 તળાવ બનાવ્યા છે. અહીં 3 કરોડ લીટરની ક્ષમતા ધરાવતુ અન્ય એક તળાવ પણ બનાવવામાં આવ્યુ છે કે જેમાંથી યુનિવર્સીટીની પાણીની જરૂરીયાત પુર્ણ કરવામાં આવે છે જ્યારે અન્ય તળાવથી આ વિસ્તારના ભૂગર્ભજળને રીચાર્જ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ હતુ કે આ તળાવથી માત્ર યુનિવર્સીટીને ફાયદો થયો છે એટલુ જ નહી પરંતુ આસપાસના વિસ્તારોના ભૂગર્ભજળમાં પણ 50 ફુટ જેટલો વધારો થયો છે. આ પહેલા અહીં કોઈ પણ પાક લઈ શકાતો ન હતો પરંતુ હવે અહીં સીંચાઈ માટે પુરતુ પાણી મળી રહે છે તેમજ હવે અહીંની જમીન પણ ફળદ્રુપ બની રહી છે.
શું જળસંરક્ષણની આ પ્રકારની પદ્ધતિઓ મહત્વની છે?
રાજસ્થાન માટે આ પદ્ધતિ મહત્વપુર્ણ છે કારણકે અહીં 295માંથી 185 બ્લોક ‘ડાર્ક ઝોન’ હેઠળ આવે છે. 10 જૂન 2003ના રોજ 165 વિસ્તારોને ‘ડાર્ક ઝોન’ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેની સંખ્યા વધીને 185 સુધી પહોંચી છે. ‘ડાર્ક ઝોનમાં’ વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાંથી પાણી ઉત્પન્ન થતુ હોય છે પરંતુ તે રીચાર્જ થતુ નથી.