તૈયાર પાક પછીની પ્રક્રિયા માટે જરૂરી મુદતી ધિરાણ પરના વ્યાજમાં 3 ટકા સુધી રાહત આપવા માટે ની નાણાકીય સહાય કેન્દ્ર સરકાર કરશે. આ ઉપરાંત દેવું ડૂબી જવાની સંભાવના હોય તેવા કિસ્સામાં 2 કરોડ રૂપિયા સુધીની ગેરન્ટી બેન્કોને કેન્દ્ર સરકાર આપશે. એમએસઈ માટેના ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટમાંથી બે કરોડ રૂપિયા સુધીની લોન માટે આ થશે. સરકાર આ ગેરેન્ટી માટેની ફી આપશે.
AIF પાછળનો મુખ્ય હેતુ તૈયાર પાક પછી તેને સાચવવાની સુવિધાનો અભાવ છે તેને દૂર કરવાનો છે. તેથી વેરહાઉસ, ગોદામ, સોર્ટિંગ અને ગ્રેડિંગના એકમો, કોલ્ડ ચેઇન, ફળો પકાવવા માટેની ચેમ્બર્સ અને ઇ-માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ વગેરે ઊભા કરવામાં આવશે. આ બધા માટેની લોન પર વ્યાજમાં 3 ટકા સુધીની રાહત મળશે.
કૃષિ બજારને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં આ ફંડ યોગ્ય કદમ છે. કેન્દ્ર સરકારે અગાઉ ત્રણ વટહુકમો બહાર પાડ્યા છે, જે કૃષિ માર્કેટ માટેના કાનૂની માળખા સાથે સંબંધિત છે. તેની પાછળનો ઇરાદો થોડું ઉદારીકરણ લાવવાનો પણ છે. આવશ્યક ચીજવસ્તુ ધારામાં ફેરફાર કરીને ખેડૂતોને APMCની બહાર પોતાનો માલ વેચવાની છૂટ અપાઈ છે. ખેડૂતો, પ્રોસેસર્સ, નિકાસકાર અને વેપારીઓ વચ્ચે કરાર માટે પ્રોત્સાહન માટે છે.
કાનૂની માળખામાં ફેરફારો જરૂરી હતી, પણ પૂરતા નથી કે જેથી કૃષિ બજારો બરાબર ચાલે. તૈયાર પાક માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે. તે બાબતમાં AIF મદદરૂપ થશે. કેટલો ઝડપી અને યોગ્ય રીતે તેનો અમલ થાય છે તે રીતે સમયાંતરે તેની હકારાત્મક અસરો દેખાશે. રાજ્યો, ખેડૂત સંઘો, વેપારીઓની કામગીરી પણ તેમાં અગત્યની સાબિત થશે.
10,000 જેટલા ખેડૂત સંઘો NABARD તરફથી ઊભા થયા છે એટલે તેણે યોગ્ય ભાવો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી પડશે. અહીં જ કેટલીક મર્યાદાઓ દેખાઈ આવે છે. એ વાત સાચી કે વધારે ને વધારે ગોદામ હોય તો ખેડૂતોએ ભાવ નીચા હોય ત્યારે તાત્કાલિક પાક વેચી દેવો પડે નહિ. પરંતુ નાના ખેડૂતો લાંબો સમય પાક સંઘરીને રાખી શકે નહિ. (ભારતમાં 12.6 કરોડ નાના અને સીમાંત ખેડૂતો છે, જેઓ 7.4 કરોડ હેક્ટર પર ખેતી કરે છે અને સરેરાશ ખેતર 0.58 હેક્ટરનું જ હોય છે). નાના ખેડૂતો હોય તેના માટે ધિરાણ અને બજારમાં પાક વેચવા સહિતની બાબતોમાં બહુ મર્યાદાઓ હોય છે.
ગોદામની સુવિધાઓનો લાભ નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ સિસ્ટમથી વધારી શકાય. જેમ કે ખેડૂત સંઘ જેટલો માલ ગોદામમાં મૂકે તેના 75-80થી ટકા જેટલી રકમ, વર્તમાન બજાર ભાવે એડવાન્સમાં આપી શકે. પરંતુ તે માટે ખેડૂત સંઘો પાસે મોટી મૂડીની જરૂર પડે.
ખેડૂત સંઘો પૂરતા પ્રમાણમાં મૂડી ધરાવે અને તેના પર માત્ર 4થી 7 ટકાનું જ વ્યાજ હોય તેવી વ્યવસ્થા NABARD તરફથી કરવી પડે. માત્ર ગોદામો ઊભા કરી દેવાથી ખેડૂતોને લાભ મળવાનો નથી. હાલમાં મોટા ભાગના ખેડૂત સંઘોને તેમની વર્કિંગ કેપિટલ લઘુ ધિરાણ સંસ્થાઓમાંથી મળે છે, જેના વ્યાજ 18-22 જેટલા ઊંચા હોય છે. આટલું ઊંચું વ્યાજ આપીને પાકનો સંગ્રહ થઈ શકે નહિ. સિઝન સિવાયના સમયે ભાવો બહુ ઊંચા જવાના હોય તો જ પરવડે.
17 ઑગસ્ટના રોજ MSME મંત્રાલયે ફાર્મ-ટુ-ફોર્ક (ખેતરના ખળાથી ખાણા સુધીના) વિચાર સાથેની ઓનલાઇન સેવા માટે VedKrishi.com રજૂ કર્યું. નાગપુર ખાતેના ખેડૂત ઉત્પાદન સંઘે આ પોર્ટલ તૈયાર કર્યું છે, જેના પરથી ઘરેઘરે દૂધ ઉત્પાદનો, શાકભાજી, અનાજ, કઠોળ, અથાણા, જ્યુસ, સોસ વગેરે પહોંચાડી શકાય. આ માધ્યમથી ગ્રાહક અને ખેડૂતને જોડવામાં આવશે. નોંધાયેલા ગ્રાહકો એક વર્ષ અગાઉ તેમનો ઓર્ડર નોંધાવીને રાખી શકે. આ સંસ્થા ખેડૂતોને ઓર્ગેનિગ ફાર્મિંગ માટે સલાહ પણ આપશે.
બીજું ગ્રાહકો એ જાણી શકશે કે કયા ખેડૂત પાસેથી તેમના ઉત્પાદનો આવી રહ્યા છે. તેની સાથે જ સંઘ દ્વારા ખેડૂતોને ખાતર, બિયારણ, દવાઓ પણ પૂરી પાડવામાં આવશે. સાથે જ પાકને સૂકવવા અને પ્રોસેસ કરવા માટેના ડ્રાયર અને બીજા સાધનો પણ, સૂર્ય ઉર્જાથી ચાલતા ઉપકરણો પણ ખેડૂતોને પહોંચાડશે. પ્રોસેસ દ્વારા પાકનો બગાડ ના થાય તેવી કોશિશ થશે. આ રીતે વિજ્ઞાન અને ખેતીને તથા ખેડૂતો અને ગ્રાહકોના હિતમાં અર્થતંત્રને પણ તેની સાથે જોડવાનો પ્રયાસ છે.
નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ સિસ્ટમ ઊભી કરવા માટે NABARD તરફથી ખેત ઉત્પાદન સંઘોને મોડ્યુલ તૈયાર કરી આપવું પડે. આ પાકોનું એગ્રી ફ્યુચરમાં હેજિંગ થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવી પડે.
બીજું કોમોડિટી માર્કેટમાં કામ કરતી સરકારી સંસ્થાઓ — ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI), NAFED, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (STC) તરફથી એગ્રી ફ્યુચરમાં ભાગ લેવો પડે. તે રીતે જ ચીને એગ્રી ફ્યુચર્સનું માર્કેટ તૈયાર કર્યું છે.
ત્રીજું, સંઘોને લોન આપનાર બેન્કોએ અને વેપારીઓએ પણ ફ્યુચર્સ માર્કેટમાં ભાગ લેવો જોઈએ, જેથી એક તંદુરસ્ત કૃષિ બજાર ઊભી થઈ શકે.
અને છેલ્લે, સરકારની નીતિઓ વધારે સ્થિતિ અને બજારને સાનુકૂળ હોવી જોઈએ. ભૂતકાળમાં તેના પર બહુ નિયંત્રણો રખાયા છે અને અનિશ્ચિતતા રહી છે. ખેત ઉત્પાદનોના ભાવો વધે ત્યારે એગ્રી ફ્યુચર્સ પર તરત પ્રતિબંધો લાગી જતા હોય છે. ભારતના નીતિ નિર્ણાયકો એગ્રી ફ્યુચર્સને જુગારીઓનો અડ્ડો જ સમજે છે. ભાવોમાં ઝડપી ફેરફારો થાય ત્યારે ફ્યુચર્સને દોષ દેવાય છે.
દુખની વાત એ છે કે ભાવનિર્ધારણ માટેની આ પદ્ધતિમાં આપણા નીતિ નિર્ણાયકોને વિશ્વાસ નથી. જરાક એવા બહાને એગ્રી ફ્યુચર્સને બંધ કરી દેવાના કારણે ભાવ નિર્ધારક પદ્ધતિ જ અટકાવી દે છે. ભાવોની બાબતમાં સરકાર અંધારામાં જ ફાંફા મારતી હોય છે - ઘણી વાર તો પગ પર કુહાડો જ મારે છે.
આખી વાતનો સાર એ છે કે ભારતમાં સાર્વત્રિક રીતે જોડાયેલી વ્યાપક કૃષિ બજારની જરૂર છે (એક રાષ્ટ્ર, એક બજાર). તેમને કામચલાઉ ધોરણે જોડવી પણ જોઈએ - સ્પોટ અને ફ્યુચર્સ બંને બજારો સંયુક્ત થવી જોઈએ. તેવા સંજોગોમાં જ ખેડૂતોને તેમના પાકનું સૌથી સારું વળતર મળી શકશે અને ભાવના ચડઉતરનું જોખમ નિવારી શકશે.
નવા 10,000 સંઘો તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા સાથે એક જિલ્લો, એક ઉત્પાદન એ ધોરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલ માટે કેટલાક ધોરણોનું પાલન કરવું જરૂરી છે. સાથે જ વધારે જૂથો ઊભા કરવા જોઈએ જે ટકી શકે.
આ યોજનાનો સૌથી સારો હિસ્સો એ છે કે NABARD અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) તરફથી ક્રેડિટ ગેરન્ટી ફંડ તૈયાર થશે. અગાઉ તૈયાર કરાયેલા SFAC (Small Farmers’ Agribusiness Consortium) માટેની ઇક્વિટી માટેનું ભંડોળ પણ વધારાશે. આ યોજના હેઠળ રાજ્યો પણ એગ્રી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (AMIF) સંઘોને ધિરાણ આપી શકશે.
ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે આવાં ઘણાં પગલાં લેવાં પડે તેમ છે. આપણા દેશના ખેડૂતોને વાજબી ભાવે બિયારણ સહિતની વસ્તુઓ મળી રહેવી જોઈએ.
તે માટે ત્રણ આધુનિક કૃષિ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો જોઈએ:
AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ): મહારાષ્ટ્ર, તેલંગાણા અને મધ્ય પ્રદેશના ડઝનબંધ ગામોના ખેડૂતોએ AIનો ઉપયોગ શરૂ કરી દીધો છે. એગ્રી રોબોનો ઉપયોગ થાય છે, જેથી જમીનની ગુણવત્તાની ચકાસણી થઈ શકે, ખેતી વિષયક બીજા કામો થઈ શકે. હવામાનમાં ફેરફારોની શું અસર થશે તેની ધારણા પણ મશીનના ઉપયોગથી સમજી શકાય અને પાકને નુકસાન થતું બચાવી શકાય.
ઓટોપાઇલટ સાથેના ટ્રેક્ટર: નામ પ્રમાણે જ આ ટ્રેક્ટર આપમેળે કામ કરે છે. ધીમી ગતિએ પોતાની રીતે ખેતી કામો કર્યા કરે. જીપીએસ સિસ્ટમ આધારે તેનું સંચાલન થાય. પોતાનું સ્થાન જાણી શકે, અવરોધોથી દૂર રહી શકે અને ગતિનું નિયંત્રણ રાખીને ખેડ સહિતના કાર્યો કરી શકે.
નાની ડેરીઓ માટે ડિજિટલ ટેક્નોલૉજી
દેશનો સૌથી મોટો ખેડૂત ઉત્પાદન સંઘ અમૂલ ડેરી છે. અમૂલે પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન માટે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરી છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સફળ પ્રયોગો પછી આજે અમુલ ડેરી નીચે આવતી 1200 જેટલી ગામડાની દૂધ ઉત્પાદન મંડળીઓમાં પણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
આ ટેક્નોલૉજીથી મોબાઇલ ફોન પર જ પશુપાલકોને જરૂરી માહિતી મળી જાય છે. સમયસર કૃત્રિમ ગર્ભાધારણની એલર્ટ પણ મળે છે. સભ્યે પોતાના પશુ માટે અમુલના કોલ સેન્ટરમાં નોંધણી જ કરાવી દેવાની હોય છે.
ટેક્નિશિયનને આ નોંધણીનો મેસેજ મળે તે પછી કૃત્રિમ ગર્ભાધાન માટે માણસ પહોંચી જાય છે. સમગ્ર પ્રક્રિયા થઈ જાય એટલે તેની અપડેટ મોબાઈલ પર જ નોંધાઇ જાય અને અમુલ કોલ સેન્ટર તથા પશુપાલકને પણ મેસેજ મળી જાય.
પશુના ગર્ભાધાન પછી તેના માટે જરૂરી નિદાન તથા સારવાર માટેની માહિતી પણ ડિજિટલ સિસ્ટમથી મળતી રહે છે. આ બધી જ બાબતોની નોંધ ડિજિટલી રહી જાય છે અને સભ્યે કોઈ ચિંતા કરવાની રહેતી નથી.
- પરિતાલા પુરુષોત્તમ