ETV Bharat / bharat

જુગારમાં પત્નીને હાર્યા બાદ કર્યો તેના પર એસિડ હુમલો, જુગારીઓએ 1 મહિના બંધક બનાવી કર્યુ હતુ દુષ્કર્મ - બિહાર મહિરા અત્યાચાર

બિહારના ભાગલપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એસિડ અટેકનો શિકાર બનેલી મહિલાએ તેના પતિ અને તેના મિત્રો પર ગંભીર આક્ષેપો કર્યા છે.મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ તેને જુગાર હારી દીધી અને ત્યાર બાદ તેને જુગારીઓના હવાલે કરી હતી. જુગારીઓએ તેને એક મહિના માટે બંધક બનાવી હતી અને ગેરવર્તન કર્યુ હતું.

xz
xz
author img

By

Published : Dec 14, 2020, 9:30 AM IST

બિહારઃ રાજયના ભાગલપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એસિડ અટેકનો શિકાર બનેલી મહિલાએ તેના પતિ અને તેના મિત્રો પર ગંભીર આક્ષેપો કર્યા છે.મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ તેને જુગાર હારી દીધી અને ત્યાર બાદ તેને જુગારીઓના હવાલે કરી હતી. જુગારીઓએ તેને એક મહિના માટે બંધક બનાવી હતી અને ગેરવર્તન કર્યુ હતું.

પતિએ કર્યો એસિડ હુમલો

આ ઘટના મોજાહિદપુર થાના વિસ્તારની છે. માનવતાને શર્મસાર કરે તેવી આ ઘટના છે. એખ મહિલાને તેના પતિએ તેને જુગારમાં હારી દીધી અને જુગારીઓને સોંપી દીધી હતી. જુગારીઓએ મહિલાને એક મહિના સુધી બંધક બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આટલું જ નહી જુગારીઓમાંથી મુક્ત થયા બાદ મહિલા જ્યારે ઘરે પહોંચી તો તેના પતિએ તેના પર એસિડ ફેંડી એક રુમમાં બંધ કરી દીધી હતી.

સાસરિયા પક્ષે કરી સારવાર

પતિના આવા કૃત્ય બાદ સાસરિયાવાળાએ મહિલા પીડિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા અને સતત તેનું ધ્યાન રાખતાં હતાં. સાસરિયા વાળાઓને ડર હતો કે કયાંક પીડિતા આ દર્દનાક ઘટનાની પોલ ન છતી કરી દે. તેવામાં મહિલા કોઈ પણ રીતે ત્યાંથી ભાગીને લોદીપુર પોતાના પિયર પહોંચી હતી. પીડિતાએ આખી ઘટનાની અંગે પોતાના પરિવારને વાત કરી હતી.

પિયર પક્ષે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

દિકરીની આવી હાલત જોઈ પરિવાર અને ગ્રામવાસીઓ ખુબ જ રોષે ભરાયા હતાં. તેમણે રાહ જોયા વગર પોલીસ સ્ટેશનમાં જઈ તેના પીડિતાના પતિ અને સાસરિયાવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.