કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યુ હતું કે, 'હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પરથી એ સાબિત થયુ છે કે મોદીનો જાદુ હવે ખતમ થઈ રહ્યો છે. આ પરિણામો સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને આર્થિક મંદી અંગે લોકોની નારાજગી દર્શાવે છે'
ચૌધરીએ ઉમેર્યુ હતું કે, ' હરિયાણામાં પાર્ટીની લડવાની ભાવના દેશભરમાં નવો પ્રાણ ફુંકશે'
ભાજપ શાસિત હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાનું ચિત્ર ઉપસ્યુ છે. જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા કિંગ મેકરની ભૂમિકા ભજવશે. જો કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ભાજપને 40 બેઠકો મળી છે. કોંગ્રેસને 31 બેઠકો મળી છે.