નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંકમિતનો દર 87 ટકાને પાર પહોંચી ગયો છે, જ્યારે સંક્રમણ દર ઘટીને 5 ટકા છે, જે એક સમયે 30 ટકાથી વધુ હતો. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ પણ લોકોને સચેત રહેવાની જરૂર છે. વધુમાં કહ્યું કે, દેશના અન્ય રાજ્યોની તુલનામાં દિલ્હીમાં ઇન્ફેક્શન રેટમાં ઘટાડો થયો છે.
સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હી સરકારે ઓક્સિમીટર વિતરણથી લઈને હોમ આઇસોલેશનની વ્યવસ્થા અને હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાના ઘણા પગલા લીધા છે. જેના કારણે, દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં ફક્ત 18 ટકા બેડ પર જ દર્દીઓ છે અને લોકો માટે રાહતની વાત છે કે, તેઓ ઘરે આઇસોલેશનમાં રહે અને જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.
દિલ્હીમાં હજી પણ દરરોજ 28 થી 30 મોત થાય છે. આ અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, મોતનાં કેસને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોટેભાગના મૃત્યુ એવા લોકોના થઈ રહ્યા છે જેઓ પહેલાથી જ હોસ્પિટલમાં દાખલ છે. આશા વર્કરો દ્વારા પગારમાં વધારો કરવાની માગ અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તે મામલે સમાધાન થઈ ગયુ છે અને તેઓ કામ પર પાછા ફર્યા છે.
દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો પરંતુ લોકોએ સતર્ક રહેવું જરૂરી: સત્યેન્દ્ર જૈન - રાજધાની દિલ્હીમાં કોરોના સંકમિતનો દર 87 ટકા
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની પરિસ્થિતિ વિશે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કોરોના કેસમાં થયેલો ઘટાડો અને રિકવરીની સંખ્યામાં વધરાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.