સુજાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૌચ માટે ગયેલી મહિલા પર પહેલાથી જ નજર રાખતા યુવકે બળજબરી કરવાના પ્રયત્નો કર્યા હતા. મહિલાના વિરોધ કરવા પર તેમજ યુવક તેના ઈદારાઓમાં સફળ ન થતા તેણે મહિલાના ખાનગી અંગો પર એસિડ ફેંકી દીધો હતો. જેના કારણે મહિલાને અત્યંત પીડા થતા જોરજોરથી રાડારાડી કરવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળીને લોકો મહિલાની તરફ આવવા લાગ્યા હતા. લોકોને આવતા જોઈને યુવાન ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસે મહિલાના પરિવારોને કરી હતી. જેના પર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારી વિપિન કુમાર મિશ્રએ જણાવ્યું કે, સુજાનગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શૌચ માટે ગયેલી મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે મહિલાના ખાનગી અંગોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ફરિયાદ નોંધીને ફરાર યુવાનને ઝડપવા માટે એક ટીમ યોજવામાં આવી છે. જલ્દી જ ફરાર યુવાનને ઝડપી લેવામાં આવશે.