હરિદ્વાર: યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ રૂચી સોયા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીના નિયામક મંડળે તેમનું રાજીનામું સ્વીકાર્યું અને તેમને પદથી મુક્ત કર્યા.
રાજીનામું આપવા પાછળનું કારણ તેમની અન્ય જગ્યાઓ પર વ્યસ્તતાને ગણાવવામાં આવી રહ્યું છે. જ્યારે કંપનીમાં નવા મેનેજિંગ ડિરેક્ટર બાબા રામદેવના ભાઈ રામ ભારત બનાવવામાં આવ્યા છે.
પતંજલિ જૂથ કંપનીની રૂચી સોયાનો જૂનમાં 13 ટકા નફો ઘટ્યો હતો. કંપનીએ બુધવારે જૂન મહિનાના પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 13 ટકા ઘટીને 12.25 કરોડ રૂપિયા રહ્યો છે. જે એક વર્ષ અગાઉ રૂપિયા 14.01 કરોડ હતો.
રૂચી સોયા કંપની દેશની અગ્રણી ખાદ્યતેલ અને સોયાબીન ઉત્પાદનોની કંપની છે. સોયાબીનમાં તેની ન્યુટ્રિલા બ્રાન્ડ ખૂબ જ લોકપ્રિય છે. હવે બાબા રામદેવના ભાઈ રામ ભારત આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળશે.