નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ મંગળવારે ભારતમાં બેન્ક સંકટને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે બેન્કોમાં સરકારની ભાગીદારી 50 ટકાથી નીચે લાવવા સહિત કેટલાક આક્રમક બદલાવ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે સંકટથી બહાર નીકળવા માટે મહત્વપૂર્ણ અને આક્રમક બદલાવ લાવવાની જરૂર છે.
બેનર્જીએ કહ્યું કે બેન્કોમાં સરકારની ભાગીદારી 50 ટકાથી નીચે લાવવાની જરૂરત છે. જેથી કેન્દ્રીય સતકર્તા આયોગી આશંકા વગર નિર્ણય કરવામાં આવી શકે. દેશમાં બેન્ક આશરે પાંચ વર્ષથી ઉચ્ચ પ્રમાણમાં ફસાયેલા દેવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કારણથી બેન્કો નેટવર્થ ઓછું થઇ રહ્યું છે. એટલું જ નહીં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારીની સાથે ક્ષેત્રમાં કૌભાંડ સમસ્યાને વધારી રહ્યા છે.