આમ આદમી પાર્ટીના બાગી નેતા કપિલ મિશ્રાએ શનિવારે 11 કલાકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કપિલ મિશ્રાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી અને લખ્યું હતું કે, 'હું આવતીકાલે સવારે 11 કલાકે ભાજપમાં જોડાઇશ, દિલ્હી હવે મોદીના સાથમાં છે.'
સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓઃ
કપિલ મિશ્રાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ તેમને અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી અને તેમના આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપના મોટા-મોટા નેતાઓએ કપિલ મિશ્રાના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રતિક્રિયા આપી હતી.
ધારાસભ્ય મજિંદર સિરસાએ કહ્યું- 'તેનાથી મોટી ખુશીની વાત શું હોય'
રાશીદ રશીદે લખ્યું હતું કે, 'Right man in Right party'
'ભાજપના નેતા દર્શના સિંહે આપી શુભેચ્છા'
વધુમાં જણાવીએ તો કપિલ મિશ્રા ઉત્તર-પૂર્વ દિલ્હીના કરાવલ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવાને લીધે તેમની સભ્યતા રદ થઇ હતી. કપિલ મિશ્રાએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે, પરંતુ હજૂ કોઇ નિર્ણય આવ્યો નથી. હાલ આ મામલો કોર્ટમાં સ્થગિત છે. કપિલ મિશ્રા કેજરીવાલ સરકારમાં મંત્રી પણ રહ્યા છે, પરંતુ મે 2017માં તેમને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.