આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કેરળ પ્રદેશ પ્રભારી અને માલવીય નગરથી AAPના ધારાસભ્ય સોમનાથ ભારતી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) CPI-Mના પોલીત બ્યૂરોના સભ્ય નીલાત્પલ બાસુએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી. આ તકે સોમનાથ ભારતીએ જાહેરાત કરી કે, કેરળમાં આમ આદમી પાર્ટી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને વગર કોઈ શરતે સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
નીલોત્પલ બાસુએ કહ્યું કે, AAPના સમર્થન માટે આભાર. દિલ્હીમાં કોઈ પણ રીતે અમારી પાર્ટી AAPને સપોર્ટ કરી શકે છે. તેની અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. દિલ્હીમાં અમે જનતાની વચ્ચે જઈને પ્રચાર કરીશું અને AAPના પક્ષમાં તેમણે લાવવા માટે કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે, 18 એપ્રીલે AAPના કેરળ સંયોજન નિલકંદને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, AAP કેરળમાં કોંગ્રેસનું સમર્થન કરશે. સોમનાથ ભારતીએ તેનું ખંડન કરતા કહ્યું કે, નિલકંદને પાર્ટીને જાણ કર્યા વગર આ જાહેરાત કરી હતી. જે બાદ નોટિસ મોકલીને જવાબ માગવામાં આવ્યો હતો અને સંતોષકારક જવાબ ન મળ્યા બાદ તેમણે કેરળના સંયોજક પદની સાથે સાથ પાર્ટીની પ્રાથમિક સભ્ય તરીકે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોમનાથ ભારતીએ કહ્યું કે, કેરળના સંયોજક પદ માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિયુક્તિ ન થાય, ત્યાં સુધી પ્રદેશ સચિલ તુફૈલ પીટી કેરળના સંયોજકનો કાર્યભાર સંભાળશે.