ફિલિસ્તીનમાં મંગળવારના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના પ્રંસગે ગાંધી મૂલ્યોના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી.

ફિલિસ્તીન ઓથૉરીટી (પીએ)ના પ્રસાર-પ્રસારણ પ્રધાન ઈસહાક સેદેર દ્વારા મંત્રાલયમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં ભારતના પ્રતિનિધિ સુનીલ કુમારની અધ્યક્ષતામાં આ ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઇસહાક સદેરે ગાંધીજીને યાદ કરતાં જણાવ્યું હતું કે, "આ ટપાલ ટિકિટિ ગાંધીજીની યાદમાં જાહેર કરાઈ છે. તેમના નૈતિક મૂલ્યો અને માનવીય અભિગમને આદર્શ બનાવીને લોકહિતની દિશામાં કામ કરીશું."
આમ, ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે સુનીલ કુમારે રાષ્ટ્રપિતાનું સન્માન કરીને ભારત અને ફિલિસ્તીન વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજનીતિક સંબંધોને મજબૂતી દર્શાવે છે.