ETV Bharat / bharat

દિલ્હી: CM આવાસની ચેમ્બરની છર ધરાશાયી, સુરક્ષા ઑડિટ શરૂ - મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સરકારી આવાસની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. જે ચેમ્બરમાં આ ઘટના થઇ, તેને મુખ્ય પ્રધાન પોતાના ઓફિસ તરીકે ઉપયોગ કરે છે.

A part of the roof of government house of Chief Minister Arvind Kejriwal has fallen.

author img

By

Published : Aug 7, 2020, 10:57 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીના મોટા ભાગના ઘર જૂના સમયના છે અને વરસાદ દરમિયાન અહીં કોઇને કોઇ ઘટના બનતી રહે છે, પરંતુ આ વખતે આ ઘટના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આધિકારીક આવાસમાં બની છે. મુખ્ય પ્રધાન આવાસમાં અરવિંદ કેજરીવાલની ચેમ્બરની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. છત પડ્યા બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે, આ ઘર લગભગ 80 વર્ષ જૂનું છે.

શરૂ થયું સમારકામ

જે ચેમ્બરમાં આ ઘટના બની છે, તેને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. જોકે, આ દરમિયાન સારી વાત એ છે કે, આ ઘટના બન્યા સમયે ત્યાં કોઇ હાજર ન હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ એજન્સીઓ હરકતમાં આવી અને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન સતત બે વખત આ ઘટના બની છે.

બે વાર બની આ દુર્ઘટના

પહેલીવાર તૂટ્યા બાદ જ્યારે આ છતનું સમારકામ થઇ રહ્યું હતું, ત્યારે મુખ્ય પ્રધાનની ચેમ્બરના ટોયલેટની છતનો એક ભાગ પણ પડ્યો હતો અને ટોયલેટની બીજી ભીંતની ઇંટ પણ નીકળવાની શરૂ થઇ હતી. હવે પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા પુરી બિલ્ડિંગનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. અસેસમેન્ટ રિપોર્ટ બાદ આગળ સ્થાયી સમારકામને લઇને કોઇ નિર્ણય કરવામાં આવશે.

80 વર્ષ જૂની બિલ્ડિંગ

વધુમાં જણાવીએ તો સિવિલ લાઇન્સ સ્થિત 6 ફ્લેગસ્ટાફના આ આવાસ 1942 માં નિર્મિત થયા હતા, ત્યારથી અસ્થાયી રીતે અહીં સમારકામ કાર્ય ચાલતા રહે છે. મુખ્ય પ્રધાન બન્યા બાદ અરવિંદ કેજરીવાલ માર્ચ 2015 થી આ ઘરમાં રહે છે, પરંતુ આ ઘટના બાદ હવે સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.