ETV Bharat / bharat

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં નવા ડિરેક્ટર જનરલ, ભારત માટે સૂચિતાર્થો - Asoke Mukerji

મે 2020ના મધ્યમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના ડિરેક્ટર જનરલ (DG) બ્રાઝીલના રોબર્ટો એઝેવેડોએ અચાનક જાહેરાત કરી કે તેઓ હોદ્દો છોડી દેવા માગે છે. તેમની મુદત પૂરી થાય તેના એક વર્ષ પહેલાં ઑગસ્ટ 2020થી તેઓ હોદ્દો છોડી દેવા માગે છે. તેમની જગ્યાએ નવા DGની પસંદગી હાલની વિશ્વ વેપારની અસ્તવ્યસ્ત સ્થિતિમાં એક પડકાર પણ છે અને એક તક પણ છે.

Director General
Director General
author img

By

Published : Jul 13, 2020, 12:46 PM IST

WTOમાં સર્વસંમતિથી નિર્ણયો કરવામાં આવે છે. તેના માટે પરદા પાછળ રહીને DGએ કામ કરવાનું હોય છે અને જુદા જુદા દેશોના પ્રતિનિધિઓને સમજાવાના હોય છે. તે પ્રક્રિયાને “ગ્રીન રૂમ” પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સંગઠનના મહત્ત્વના જૂથોના સંકલનકારો અને પસંદગીના પ્રતિનિધિઓ સાથે બેસીને મુશ્કેલ બાબતોમાં સર્વસંમતિ ઊભી કરતા હોય છે. આવી પ્રક્રિયામાં સામાન્ય રીતે 40 જેટલા પ્રતિનિધિઓને સમાવી લેવાતા હોય છે, જેને કારણે સમસ્યાના ઉકેલનો નવો અભિગમ મળતો હોય છે. આવી ચર્ચાઓ દરમિયાન જુદા જુદા દેશોના વાણિજ્ય પ્રધાનો રાજકીય રીતે અગત્યના મુદ્દાઓની પણ ચર્ચા કરતા હોય છે. કેટલાક દેશો દ્વારા ટેક્નિકલ મુદ્દા ઊભા થાય ત્યારે DG તેમાં વચ્ચે પડીને ઉકેલ લાવતા હોય છે. “બધી જ બાબતો પર સહમતી નહિ, ત્યાં સુધી કશા પર સહમતી નહિ” એ સિદ્ધાંતના આધારે ગ્રીન રૂમની વાટાઘાટો ચાલતી હોય છે.

દોહા ડેવલપમેન્ટ રાઉન્ડમાં મડાગાંઠ સર્જાઈ હતી તે સિવાય “ગ્રીન રૂમ” પ્રક્રિયાથી મામલાનો ઉકેલ આવતો રહ્યો હતો. દાખલા તરીકે પ્રથમ WTO મિનિસ્ટરિયલ કૉન્ફરન્સ 1996માં સિંગાપોરમાં મળી ત્યારે મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ જેવા નવા મુદ્દાઓને મુલતવી રાખવાનું નક્કી થયું હતું. 1993માં ઉરુગ્વે મંત્રણામાં જે પાયાના સિદ્ધાંતો નક્કી થયા હતા તેનો અમલ ના થઈ જાય ત્યાં સુધી તેને મુલતવી રાખવા પ્રધાન પરિષદ સહમત થઈ હતી.

એ જ રીતે વેપાર સાનુકૂળતા માટેના નિયમો વિશે WTO દ્વારા વાટાઘાટો થઈ શકી તે ગ્રીન રૂમમાં અગાઉથી થયેલી ચર્ચાઓને કારણે શક્ય બન્યું હતું. 1996 અને 2003 સુધીની પ્રધાન પરિષદની તૈયારીઓ માટે “ગ્રીન રૂમ” પ્રક્રિયા થઈ તેના કારણે સહમતિ થઈ શકી હતી.

સંગઠના સભ્ય દેશો તરફથી DGના હોદ્દા માટે ઉમેદવારો નક્કી કરવા માટે 8 જૂનથી 8 જુલાઈ સુધીનો એક મહિનાનો સમય નક્કી કરાયો હતો. તે અન્વયે 8 દાવેદારી આવી છે, જેમાં કેન્યા, નાઇજીરિયા અને દક્ષિણ કોરિયામાંથી મહિલા દાવેદારો પણ છે. ઇજિપ્ત, મોલ્દોવા, સાઉદી અરેબિયા અને યુકેના ઉમેદવારો પણ છે. 15થી 17 જુલાઈ દરમિયાન WTOની મહાસભા આઠેય ઉમેદવારો સાથે બેઠકો કરશે અને સર્વસંમતિથી નવા DGની પસંદરી કરવા માટે કોશિશ કરશે. વેપાર સંગઠનનું નેતૃત્વ મેળવવાની તક હતી, પણ ભારતે કેમ ઉમેદવાર ના મૂક્યો તે સમજાતું નથી. સભ્ય દેશો વર્તમાન સ્થિતિમાં WTOની ભૂમિકા વિશે શું વિચારે છે અને મોટા વેપારી દેશોના હિતો કેવા હશે તે આધારે નવા વડાની પસંદગી થશે.

વિશ્વના 164 દેશો અત્યારે WTOના સભ્યો છે અને વિશ્વનો 98% વેપાર આ દેશો વચ્ચે થાય છે તે રીતે આ સંગઠનનું મહત્ત્વ છે. સભ્ય દેશોએ બે મહત્ત્વના સિદ્ધાતોનું પાલન કરવાનું હોય છે - મોસ્ટ ફેવર્જ નેશન (MFN) ટ્રીટમેન્ટ અને નેશનલ ટ્રીટમેન્ટ. આ સિદ્ધાંતો હેઠળ સભ્ય દેશોએ વેપારી સાથી દેશો વચ્ચે ભેદભાવ કરી શકાય નહિ આયાત તથા નિકાશ માટે બધા દેશોને સમાન તક આપવી પડે. ભારત જેવા વિકસિત દેશો માટે કોરોના સંકટ પછીની સ્થિતિમાં નવા DG આ મૂળભૂત સિદ્ધાંતોના પાલન માટે કેવો અભિગમ લે છે તે અગત્યનું થઈ શકે છે.

બે મુદ્દાના આધારે નવા DGની પસંદગી થશે. એક છે એક દાયકાથી અટવાયેલા દોહા રાઉન્ડને પૂર્ણ કરી શકવાની ઉમેદવારની ક્ષમતા. દોહા મંત્રણા પ્રમાણે કૃષી સહિતના બજારોને ખુલ્લા કરવાની વાત છે, જેમાં ભારત જેવા દેશોના હિતો રહેલા છે. બીજી બાબત છે સભ્ય દેશો વચ્ચેના વિખવાદને ઉકેલવાની ઉમેદવારની ક્ષમતા. 1995થી અત્યાર સુધીમાં મધ્યસ્થીથી 500 જેટલા આંતરરાષ્ટ્રીય વેપાર વિખવાદો ઉકેલાયા છે. “કાનૂની ચૂસ્તતા અને રાજકીય લવચિકતા” સાથે તેને ઉકેલાયા છે. ભારતે આ પ્રક્રિયાનો સૌથી વધુ લાભ લીધો છે અને પોતાના હિતો જાળવી રાખવામાં સફળતા મળી છે.

આ પ્રક્રિયામાં અમેરિકાએ આડખીલી ઊભી કરી છે અને અપેલેટ બોડીમાં નવા જજોની નિમણૂકમાં સહમતિ આપી નથી. તે રીતે જજોની જગ્યાઓ ખાલી પડી છે અને નિર્ણયો માટે જરૂરી કોરમ થતું નથી. આ જજો સંગઠનના કરારોથી આગળ વધીને પોતાના દેશોને ફાયદો થાય તે પ્રમાણે એપેલેટના જજો નિર્ણયો લે છે એવું બહાનું કરીને અમેરિકાએ પ્રક્રિયાને અટકાવી છે.

બીજું કે અમેરિકાએ WTOની સહમતી પૂર્વની સ્થિતિમાં પોતાની સ્થાનિક વેપાર નીતિ હતી તે શરૂ કરી છે. ભારત સહિતના સભ્ય દેશો સાથે વેપાર મુદ્દે વિખવાદ કરવા પોતાના જૂના 1974ના ટ્રેડ ઍક્ટના સેક્શન 301નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. યુરોપિયન સંઘે જાન્યુઆરી 2020માં ઇન્ટરિમ અપિલ આર્બિટ્રેશન એરેન્જમેન્ટ માટે પ્રયાસો કર્યા હતા, જેથી અમેરિકાના અવરોધ વચ્ચે કામ થઈ શકે. ભારતના અગત્યના વેપારી સાથીઓ યુરોપિયન સંઘ, ચીન, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ અને સિંગાપોર આ વચગાળાની વ્યવસ્થામાં સભ્ય બન્યા છે, પણ નવાઈની વાત છે કે ભારત તેમાં જોડાયું નથી. ભારત માટે તે સમસ્યારૂપ થઈ શકે છે.

સંગઠનના વિખવાદના ઉકેલ માટેની આ વ્યવસ્થામાં DGની ભૂમિકા રહેલી છે. એપેલેટ બોડીની ભૂમિકા ફરી મહત્ત્વની બને અને કામ કરતી થાય તે ભારત માટે અગ્રતા હોવી જોઈએ. નવા DGની પસંદગીમાં ભારત માટે આ મુદ્દો અગત્યનો છે. ડિસેમ્બર 2001થી ચીનનું મહત્ત્વ વધ્યું છે તે પછી નવા DGની પસંદગીની પ્રક્રિયામાં પણ ઘણા ફેરફારો થયા છે. સંગઠનમાં અત્યાર વધારે સક્રિય સભ્યોના વેપારી હિતો કેવા છે તેના આધારે “ગ્રીન રૂમ”ની કામગીરી પર અસર પડતી રહેવાની.

ભારત WTOમાં સભ્ય બન્યું તે પછી 1995થી તબક્કાવાર વેપાર સુધારા થતા રહ્યા છે. ખાસ કરીને ફાઇનેન્શિયલ સર્વિસીઝ, ટેલિકોમ અને સેવા ક્ષેત્રમાં ઉદારીકરણ આવ્યું છે અને તેના આધારે જ ભારત પાંચ ટ્રિલિયન માટેનું સપનું જોઈ શકવાની સ્થિતિમાં છે. વિશ્વ બેન્કના અંદાજ અનુસાર ભારતના આંતરરાષ્ટ્રીય વેપારનો 40% જેટલો હિસ્સો 2018ના જીડીપીમાં હતો. તાર્કિક રીતે ભારતે WTOના નવા DGની પસંદગીની પ્રક્રિયામાં વધારે સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર છે. તેના દ્વારા ભારત એ દર્શાવી શકશે કે સકારાત્મક ભાગીદારી દ્વારા તે બહુપક્ષીય સુધારા માટે ક્ષમતાવાન છે.

- અશોક મુખર્જી 1995-98 દરમિયાન WTOમાં ભારતના વાટાઘાટકાર તરીકે સક્રિય રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.