અયોધ્યા: રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા લોખંડના બેરિકેડીંગને હટાવ્યા બાદ સતત કામગીરી ચાલુ છે. પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.
સંતોએ રામ મંદિરના નિર્માણ માટે શ્રાવણ મહિનાને યોગ્ય ગણાવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ અને શ્રી મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલદાસ તરફથી વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનને મંદિરના શિલાન્યાસ માટે 5 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે સમય આપવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે આગળની તારીખ નક્કી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં રામલલા મંદિરના નિર્માણના સમય વિશે પહેલાથી વાત કરવી યોગ્ય નથી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણની તૈયારી ચાલી રહી છે. ટ્રસ્ટની આગામી બેઠક 18 જુલાઈએ અયોધ્યામાં યોજાશે.આ બેઠકમાં, મંદિર નિર્માણની દિશામાં આગળના પગલા વિશે ચર્ચા કરવામાં આવશે. ચંપત રાયે કહ્યું કે, પરિસરનું સમતુલન કાર્ય થયા બાદ હવે ખાડા ખોદીને પાયા નાખવા માટેની જગ્યા બનવવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિરના શિખરની ઊંચાઈ અંગે સંતોની માગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાલમાં સંતોની આવી કોઈ માગ નથી, છેલ્લા 15 દિવસમાં 200 જેટલા સંતો સાથે આ વિષય અંગે વાત કરવામાં આવી છે.