ETV Bharat / bharat

દારૂ પીવા પૈસા ન આપ્યા તો પૌત્રએ દાદીની કરી નાંખી હત્યા

author img

By

Published : Jul 8, 2020, 2:09 PM IST

કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂ પીવા પૈસા આપવાની મનાઇ કરવા બદલ એક વ્યક્તિએ તેની દાદી પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી.

A man onslaught on his Grandmother for refusing to give money for Alchohol

શિમોગા (કર્ણાટક): દારુના પૈસા આપવા ઇન્કાર કરવા માટે એક પૌત્રએ તેની દાદીની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના શિમોગા જિલ્લાના ભદ્રાવથીમાં બની છે. એક પૌત્ર અરુણે તેની દાદીને દારૂ મેળવવા પૈસા આપવા કહ્યું છે, પરંતુ તેણીએ તેના માટે પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદ અરુણ ગુસ્સે થઈ ગયો અને અચાનક તેના પર હુમલો કર્યો અને હત્યા કરી હતી.

આ બનાવ સમયે એક પાડોશી પાપમ્મા અરુણને રોકવા આવ્યો, પરંતુ ગુસ્સે ભરાયેલા અરુણે પાપમ્મા પર પણ હુમલો કર્યો હતો. પાપમ્મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હાલ તે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુમાં વિસ્તારના લોકોએ અરુણને માર માર્યો હતો અને બાદમાં તેઓએ પોલીસને રજૂઆત કરી હતી અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.