ન્યૂઝ ડેસ્ક: સેવ લાઇફ ફાઉન્ડેશન નામની એક એન.જી.ઓ એ આ માહિતી ભારતના દસ મોટા ટ્રાન્સપોર્ટ ઝોનમાંથી એકત્રિત કરી છે અને માર્ગ પરિવાહન રાજ્ય પ્રધાન વી.કે.સિંઘ દ્વારા સારાંશ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. શું તમે જાણો છો કે અહેવાલનો સારાંશ શું છે? ટ્રક ડ્રાઇવરો ટ્રાફિક પોલીસ અને પરિવહન અધિકારીઓના વિવિધ વિભાગોને જે લાંચ આપે છે તે રકમ હવે 48,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સર્વેમાં ભાગ લેનારા ડ્રાઇવરોમાં 97.5 ટકા ગુવાહાટીના, 89 ટકા ચેન્નાઇના,84.4 ટકા દિલ્હીના ડ્રાઇવરો એ લાંચ આપી હોવાનું જણાવ્યુ હતું. આ અધ્યયનમાં બહાર આવ્યું છે કે આર.ટી.ઓ અધિકારીઓના ભ્રષ્ટાચારની બાબતમાં બેંગલુરુ અન્ય ભારતીય શહેરોમાં પ્રથમ ક્રમે છે. મુંબઈની 93 ટકા વસ્તી આર.ટી.ઓ અધિકારીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે લાંચ આપવાની વાત કબુલે છે. એકંદરે, ભ્રષ્ટાચારની બદી સમાજના તમામ વર્ગને અસર કરી રહી છે.
આ એક ખુલ્લું રહસ્ય છે કે જી.એસ.ટીના આગમન પૂર્વે ,ભારતભરની ચેક પોસ્ટ્સ લાંચ વસૂલવા માટે નામચીન રહી છે. જી.એસ.ટીના પ્રારંભ પછી, ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે, ચેક પોસ્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ આર.ટી.ઓ ચેક પોસ્ટ્સ પર હજી પણ કટકી ચાલુ છે . હકીકત એ છે કે આંતરરાજ્ય પુરવઠાની અવધિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરના અધ્યયન દ્વારા પુષ્ટિ મળી છે કે લાંચની રકમ પાછલા કેટલાક વર્ષોમાં બમણાથી વધુ વધી ગઈ છે. તાજેતરના અંદાજ મુજબ, એક ટ્રક તેના સંપૂર્ણ સફર દરમિયાન ઓછામાં ઓછા 1,157 ડોલર કમ ચૂકવવી પડે છે . આ નાની નાની રકમ એક સાથે મળીને વાર્ષિક જી.એસ.ટી આવકના લગભગ અડધી જેટલી થશે. આ આંકડાઓ ભ્રષ્ટાચારના વ્યાપક પ્રમાણ નો પુરાવો છે .
લાંચ અને કટકીનું દુષણ ફક્ત રસ્તાઓ સુધી મર્યાદિત નથી. કેટલાક રાજ્યો પણ તેમના ભ્રષ્ટાચારના રેકોર્ડ સાથે હરીફાઈ કરી રહ્યા છે. ભારત ભ્રષ્ટાચાર સર્વે 2019 માં ખુલાસો થયો છે કે સૌથી વધુ ભ્રષ્ટ રાજ્યોની યાદીમાં રાજસ્થાન ટોચનું સ્થાન ધરાવે છે. બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગણા અને કર્ણાટક પણ તેની સાથે જોડાયા છે . આ યાદીમાં આંધ્રપ્રદેશ 13 મા ક્રમે છે. મહેસૂલ, મ્યુનિસિપલ, તબીબી, ઉર્જા અને પંચાયત રાજ જેવા ઘણા વિભાગો ઘણા રાજ્યોમાં ભ્રષ્ટાચારથી છવાયેલા છે. કેટલાક અભ્યાસોએ પુષ્ટિ આપી છે કે એક દાયકા પહેલાં, ગરીબ તેલગુ લોકોમાંથી ત્રીજા ભાગને તબીબી અને શૈક્ષણિક સેવાઓ મેળવવા માટે વાર્ષિક 900 કરોડ ખર્ચ કરવો પડતો હતો. તે પછીના, વર્ષોમાં લાંચખોરોની રકમ બમણી થઈ રહી છે. એન્ટી કરપ્શન બ્યુરોના અહેવાલો સમયે-સમયે ભ્રષ્ટાચારના સંકટ ને દર્શાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના ઘણા કેસોમાં નિરાકરણ આવતુ નથી , જોકે જે લોકો લાંચ લેતા પકડાયા છે તેઓને સમય જતાં બઢતી અને નોંધપાત્ર પોસ્ટ મળી રહ્યા છે. આવું આ દેશનું ભાગ્ય છે. લાંચ આપવાની અસમર્થતાને લીધે આત્મહત્યાની કમી નથી પરંતુ સામાન્ય લોકોને લાંચ આપવા માટે પજવે છે તેવા પરોપજીવીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા છે .
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જેવા સંગઠનોએ પુષ્ટિ આપી છે કે, એશિયા પેસિફિક ક્ષેત્રમાં પોલીસને લાંચ સૌથી વધુ અપાય છે. તેઓએ એવું પણ વર્ણવ્યું હતું કે લાંચ લેવાની બાબતમાં ભારત વિયેટનામ, કંબોડિયા અને થાઇલેન્ડ જેવા દેશો કરતા આગળ છે. ભ્રષ્ટાચારના આધારે સર્વે કરાયેલા 180 દેશોમાં ભારત 80 માં ક્રમે છે. સરકારી વિભાગો અને અધિકારીઓ ભારતને ભ્રષ્ટાચારમાં મોખરે બનાવવાની દિશામાં સતત પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. ભ્રષ્ટાચારના આ અવિરત વિસ્તરણનો ઉપાય શું છે? પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને કહ્યું કે ભ્રષ્ટાચારનો અંત લાવવા બીજી સ્વતંત્રતાની લડત ચલાવવાની જરૂર છે. સર્વેલન્સ કેમેરાથી સજ્જ કોમ્પ્યુટરાઇઝ્ડ કચેરીઓમાં પણ લાંચ વિના સંકોચે લેવામાં આવે છે. કેટલીક વખતે સંબંધિત પક્ષો વચ્ચે કેટલાક મતભેદોને કારણે ઉચ્ચતમ ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. સેવામાં જોડાવાના સમયથી તેમની નિવૃત્તિના સમય સુધી , સરકારી કર્મચારીઓની આવક અને સંપત્તિ તપાસવા માટે નિયમનકારી વ્યવસ્થા હોવી જ જોઇએ. લાંચ લેવી તેના ભયંકર પરિણામો અંગે સરકારી અધિકારીઓને સતત ખતરો હોવો જોઇએ. આ ઉપરાંત, સરકારી કચેરીઓમાં રાજકીય વિક્ષેપ હંમેશા માટે બંધ થઇ જવો જોઇએ