હૈદ્રાબાદ: તેલંગાણાના મહબુબનગર વિસ્તારમાં શનિવારે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ટોલ ગેટની છત એક દંપતી પર પડી હતી. જે કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ આકસ્માત મહેબુબનગર જિલ્લાના મિંજિલ તાલુકાના ગુન્નોર ખાતે સર્જાયો હતો.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ગુણવત્તા વગરના કામ અંગે વિરોધ દર્શાવયો હતો. અને પીડિત પરિવારને વળતરની માગ કરી હતી. જે બાદ ધારાસભ્ય લખમા રેડ્ડીએ પરિવારના સભ્યોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
