- યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત
- રોન્ગ સાઈડ પરથી આવતા કન્ટેનરે કારને ટક્કર મારી
- કારને ટક્કર વાગતા કારમાં ભીષણ આગ લાગી હતી
- આગના કારણે કારમાં બેઠેલા પાંચ લોકો બળીને ખાખ
આગરાઃ યમુના એક્સપ્રેસ વે પર ખંદોલી ટોલ પ્લાઝાની પહેલા રોન્ગ સાઈડથી આવતા કન્ટેનરે એક કારને ટક્કર મારી હતી. નાગાલેન્ડથી આવી રહેલું આ કન્ટેનરે લખનઉથી દિલ્હી તરફ જઈ રહેલી કારને અડફેટે લીધી હતી. કન્ટેનરની સ્પીડ એટલી હતી કે કાર અથડાતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ હતી. અને કારમાં બેઠેલા પાંચેય લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, કાર લખનઉ નંબરની છે અને મૃતક ઉન્નાવના રહેવાસી હતા.
કન્ટેનરની સ્પીડથી આસપાસના લોકો ધ્રુજી ગયા
આ સમગ્ર ઘટનાને એક કલાક થયા બાદ પોલીસ અહીં પહોંચી હતી. કન્ટેનરની સ્પીડ એટલી બધી હતી કે આસપાસના લોકો પણ તેની સ્પીડથી ધ્રુજી ગયા હતા. આ અકસ્માતના કારણે આસપાસથી પસાર થતા તમામ વાહનો ઊભા રહી ગયા હતા.