ETV Bharat / bharat

દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું પરિણામ 50-50 ફોર્મ્યુલા દ્વારા અપાશે

કોરોના મહામારીને પગલે દિલ્હી યુનિવર્સિટીમાં મે મહિનામાં યોજાનારી ઘણી પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.ગ્રેજ્યુએશનના પ્રથમ અને બીજા વર્ષનું પરિણામ પહેલા લેવાયેલી પરીક્ષાઓના આધારે જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ હવે સમિતિ દ્વારા પરીક્ષાનું પરિણામ 50-50 ફોર્મ્યુલા પર જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે માટે અગાઉના સેમેસ્ટરના 50% અને ઇન્ટરનલ એસેસમેન્ટના 50% ગુણ મેળવી પરીક્ષાનું સંપૂર્ણ પરિણામ જાહેર કરવામાં આવશે.જેમણે પરીક્ષા આપી નથી અથવા જેઓ અનુત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થીઓને ઓપન બુક પરીક્ષાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓનું પરિણામ 50-50 ફોર્મ્યુલા દ્વારા અપાશે

author img

By

Published : Jun 3, 2020, 8:17 PM IST

નવી દિલ્હી:કોરોના મહામારીને પગલે મે મહિનામાં દિલ્હીમાં યોજાનારી સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન થઇ શક્યું ન હતું ત્યારે આવી પરિસ્થિતિમાં અગાઉની પરીક્ષાઓના આધારે પ્રથમ અને બીજા વર્ષના સ્નાતક કક્ષાના પરિણામ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છેલ્લા સેમેસ્ટરના 50% ગુણ અને ઇન્ટરનલ પરીક્ષાઓના પરિણામના 50 ટકા ગુણ મેળવી સંપૂર્ણ પરિણામ જાહેર કરવામાં આવશે.

જેમણે પરીક્ષા આપી ન હતી અથવા જેઓ અનુત્તીર્ણ થયા છે તે વિદ્યાર્થીઓને ઓપન બુકની પરીક્ષાનું સૂચન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની સમસ્યાના સમાધાન માટે દિલ્હી યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ સમિતિ અને વર્કિંગ ગ્રુપની બેઠકમાં 50-50 ફોર્મ્યુલા વડે પરિણામ જાહેર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને યોગ્ય ચર્ચા- વિચારણા બાદ અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લોકડાઉનને કારણે દિલ્હી યુનિવર્સિટીમાં આ વખતે સેમેસ્ટરની મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવી નથી પરંતુ ઇન્ટરનલ પરીક્ષાઓ લેવામાં આવી છે. SOL માં જોકે કોઈ પણ સેમેસ્ટરની મુખ્ય પરીક્ષા લેવાઈ નથી આથી ત્યાં ફક્ત ઇન્ટરનલ પરીક્ષાઓના પરિણામને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.