ETV Bharat / bharat

સંસદમાં બાળ અધિકાર માટે અવાજ ઉઠાવનાર સંસદોનું યુનિસેફ દ્વારા સન્માન - યુનિસેફ ન્યૂઝ

સંસદમાં બાળોકના અધિકાર માટે અવાજ ઉઠાવવાં બદલ નવ સાંસદોનું બાળ કલ્યાણ માટે કાર્યરત સર્વોચ્ચ સંસ્થા યુનિસેફ દ્વારા અવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.

UNICEF
UNICEF
author img

By

Published : Oct 9, 2020, 9:14 AM IST

નવી દિલ્હીઃ બાળ કલ્યાણ માટે કાર્યરત સર્વોચ્ચ સંસ્થા યુનિસેફે ગુરુવારે કહ્યું કે નવ ભારતીય સાંસદોને સંસદમાં બાળ અધિકાર માટે અવાજ ઉઠાવવાં બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના આ નવ સાંસદોને સંસદસભ્ય ગ્રુપ ફોર ચિલ્ડ્રન (પીજીસી) એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર, મોનસૂન અને વિન્ટર સેશન -2017 અને 16 મી લોકસભાના બજેટ સત્ર -2017 દરમિયાન બાળકોના અધિકારનો મુદ્દો ઉઠાવવા માટે મુંબઇના સાંસદ અરવિંદ સાવંત, મહારાષ્ટ્રના નંદુરબાર હીના ગાવિત અને જમ્મુ-કાશ્મીરની જમ્મુ બેઠકના જુગલ કિશોર શર્માને પીજીસી એવોર્ડ મળ્યો છે. આ ત્રણેય સાંસદો 16 મી લોકસભાની મુદત પૂરી થયા પછી ફરીથી ચૂંટાયા છે અને 17 મી લોકસભામાં પણ પહોંચ્યા છે.

તેનાથી વિપરીત 17 મી લોકસભા દરમિયાન ચોમાસુ અને શિયાળુ સત્ર 2019 અને બજેટ સત્ર 2020 દરમિયાન રાજસ્થાનના દૌસાના સાંસદ જસૌર મીના, અંદમાન અને નિકોબારના કુલદીપ રાય શર્મા અને મહારાષ્ટ્રની લાતુર બેઠકના સુધાકર સારંગરેનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના આ તમામ સાંસદો ઉપરાંત, ત્રિપુરાના સાંસદ ઝરણાદાસ વૈદ્ય, કેરળના કે.કે. રાગેશ અને દિલ્હીના સંજય સિંઘને 2018 અને 2020 ની વચ્ચે ઉચ્ચ ગૃહમાં તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.