નવી દિલ્હી : તબલીઘી જમાત સાથે જોડાયેલા આઠ સભ્યો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પરથી ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ આ તમામ લોકો મલેશિયા જવાની કોશિશ કરી રહ્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યું કે, તેને ટ્રેસ પરથી ઝડપી લીધા હતા. હાલમાં આ સભ્યોની પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. નિયમો અનુસાર તમામને ક્વોરોન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના નિઝામુદીન સ્થિત તબલીઘી જમાતનો કાર્યક્રમ ગત મહીને યોજાયો હતો. જેમાં હજારો લોકો એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ભારત સિવાય 16 અન્ય દેશના લોકો પણ સામેલ હતા. જેમાંથી મોટી માત્રામાં લોકો કોરોનાથી સંક્રમિત સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ જમાતી કોરોનાથી સંક્રમિત થયા હોય તેવા સામે આવ્યા છે. જેમાં કુલ કેસમાંથી 30 ટકા કેસમાં તબલીઘી જમાતનો હિસ્સો છે.
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ નિઝામુદીન મરકજ પહોંચી અને કેસની તપાસ કરી રહી છે. 1 એપ્રિલના રોજ અહીંથી ઓછામાં ઓછા 23 લોકોને ખસેડ્યા હતા. આ મામલે તબલીઘી જમાતના પ્રમુખ મૌલાના સાદ વિરુદ્ધ fir પણ દાખલ કરવામા આવી છે.
આ મામલે નેપાળથી આવેલા તબલીઘી જમાતના 12 જમાતીઓ પર શનિવારે કેસ દાખલ કર્યો હતો. તેઓને ત્યાં એક મસ્જિદમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ લોકડાઉનના પગલે નિયનોનું ઉલ્લંધન કરતા ઝડપાયા હતા.