નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નોઇડા અને ગ્રેટર નોઇડા પ્રાધિકરણના કરોડો રૂપિયા બાકી હોવાથી રજિસ્ટ્રી વિભાગ પત્રને મોકલવામાં આવ્યો છે. નોઇડા અને ગ્રેટર નોઇડામાં બિલ્ડરોએ 26,000થી વધારે ફ્લેટની રજિસ્ટ્રી કરાવી નથી. એવામાં રજિસ્ટ્રી વિભાગના લગભગ 750 કરોડ રૂપિયા ફસાયા છે.
ગૌતમ બુદ્ધનગર રજિસ્ટ્રી વિભાગના એજીઆઇ શિવકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, મહેસૂલની પ્રાપ્તિ બિલ્ડરો માટેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એપાર્ટમેન્ટ એક્ટ કલમ-13માં કોઇ પણ રજિસ્ટ્રી વિના કબ્જો આપતું નથી, પરંતુ ગૌતમ બુદ્ધ નગરમાં મોટાભાગના બિલ્ડરોએ રજિસ્ટ્રી વગર જ કબ્જો આપી દેવાયો છે.
નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના પ્રાધિકરણમાં કુલ 76 હજાર ફ્લેટમાં લગભગ 46 હજાર ફ્લેટની રજિસ્ટ્રી થઇ છે. એવામાં 26 હજાર ફ્લેટની રજિસ્ટ્રી થઇ નથી. જેના વિશે અધિકારીઓ સાથે વાત કરી જલ્દી રજિસ્ટ્રી કરાવવા માટેની વાત કરવામાં આવી છે. આ અંગે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે, જે પણ બિલ્ડર નિયમ વિરુદ્ધ જશે તેની સામે FIR દાખલ કરી ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.