નવી દિલ્હી: કોવિડ -19 મહામારીએ ભારતનું નવું મીડિયાને દર્શાવ્યુ છે. દેશની લગભગ 74 ટકા ભારતીય ન્યૂઝ ચેનલો વાસ્તવિક સમાચારને બદલે મનોરંજનના સ્ત્રોતને ધ્યાનમાં લે છે. એક સર્વેમાં આ તારણ જાણવા મળ્યું છે.
સર્વેક્ષણમાં લોકોને પૂછવામાં આવ્યું કે કેટલા લોકો માને છે કે ભારતમાં ન્યુઝ ચેનલો સમાચાર આપવા કરતાં વધારે મનોરંજન આપે છે? આ સવાલ પર 73.9 ટકા ઉત્તરદાતાઓએ સહમતી દર્શાવી હતી. અન્ય 22.5 ટકા લોકો અસહમત પણ રહ્યા હતા. જ્યારે શુન્યથી 2.6 ટકા લોકોએ કહ્યું કે તેઓ જાણતા નથી અથવા તેઓ તેના પર કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.
જાતિના આધારે જોવામાં આવે તો 75.1 ટકા પુરુષો અને 72.7 ટકા મહિલાઓ સહમત થયા હતા કે સમાચાર ચેનલો સમાચાર કરતા મનોરંજનના વધુ માધ્યમ બની ગયા છે.
આ વાત પર આયુ પ્રમાણે પણ એક મત જોવા મળ્યો હતો. 55 વર્ષ સુધીના 70 ટકા લોકો સંહમત થયા છે. આ સિવાય 55 વર્ષથી ઉપરના લોકોમાં ફક્ત 68.7 ટકા લોકો જ આ સાથે સહમત દેખાયા.
રસપ્રદ વાત એ છે કે નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ શિક્ષિત લોકોમાં સમાન પ્રકારની સહમતિ જોવા મળી હતી. જ્યારે નિમ્ન આયુ ધરાવતા 75.9 ટકા લોકોએ તેની સાથે સંમત થયા હતા, જ્યારે અન્ય વર્ગોના 70 ટકાથી વધુ લોકો પણ તેની સાથે સંમત થયા હતા.
વિવિધ સામાજિક જૂથોના લોકો પણ મોટી સંખ્યામાં માને છે કે ન્યૂઝ ચેનલો મનોરંજનનું એક સાધન બની ગઈ છે. દલિત સમુદાયના 72.1 ટકા, સવર્ણ હિન્દુ જાતિના 73.5 ટકા અને શીખ સમુદાયના 85.3 લોકોએ સ્વીકાર્યું કે સમાચાર ચેનલો સમાચાર કરતાં વધુ મનોરંજન કેન્દ્રો બની ગયુ છે.
દક્ષિણ ભારતીયોમાં આ નિવેદનની સાથે સહમતી બહુ ઓછી જોવા મળી હતી. દક્ષિણ ભારતીયોના કુલ 67.1 ટકા લોકો માને છે કે ન્યૂઝ ચેનલો વધુ મનોરંજન આપે છે. આ સિવાય, તે શહેરી હોય કે ગ્રામીણ, દિલ્હી-એનસીઆરનો હોય કે અન્ય કોઈ ક્ષેત્રનો હોય અને પછી તે હિંદી પટ્ટોનો હોય કે ભારતના બાકીના ભાગનો હોય, મોટાભાગના લોકો સંમત થયા છે કે ન્યૂઝ ચેનલો મનોરંજનનું સાધન બની ગઈ છે.
આ સર્વેમાં તમામ રાજ્યોમાં સ્થિત તમામ જિલ્લાના 5000 થી વધુ ઉત્તરદાતાઓની મુલાકાત લેવામાં આવી છે. વર્ષ 2020 માં સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયા અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયા દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો છે.