બેંગલુરુઃ કર્ણાટકના ગડગ જિલ્લાના નાકગુંડા શહેરની એક વિદ્યાર્થીનીને માનદ ડૉક્ટરની ડિગ્રી આપવામાં આવી છે. વૈદ્રુથી નાગરાજની સ્મરણ શક્તિ અકલ્પનીય છે. હાલ તે બીજા ધોરણની અભ્યાસ કરી રહી છે.
![karnataka vaidruthi doctorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5855028_krnt.jpg)
વૈદ્રુથી રાજનીતિ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજનેતાઓ, રાજાઓ અને કવિઓના નામ, રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સંબંધિત કોઇ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે સક્ષમ છે. બાળકીના આ જ્ઞાનને લઇ બીજા ઘણા પુરસ્કારોની માગ કરવામાં આવી રહી છે.
![karnataka vaidruthi doctorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5855028_krr.jpg)
શનિવારે તમિલનાડુના મદુરાઇ યૂનિવર્સલ વિશ્વવિદ્યાલયે વૈદ્રુથીને માનદ ડૉક્ટરની ડિગ્રી આપવામાં આવી છે. વૈદ્રુથીના પિતાનું નાગરાજ અને માતાનું નામ ભારતી છે. નાગરાજ અને ભારતી વૈદ્રુથીને 2 વર્ષની ઉંમરથી જ સામાન્ય જ્ઞાન શિખવાડી રહ્યા છે.
![karnataka vaidruthi doctorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5855028_krrrr.jpg)