ઉત્તરપ્રદેશના મઉમાં સિલિંડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. પોલીસ અને રાહત ટીમ બચાવ કામમાં લાગી ગઈ છે.
આ ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે. ડી.એમ અને એસ.પીને મુખ્યપ્રધાને સુચના આપી હતી કે, ઈજાગ્રસ્તોને ત્વરીત મેડિકલ સુવિધાઓ આપવામાં આવે.