નવી દિલ્હી: આ પરેડમાં ઇન્ડિયન આર્મીની ટુકડીઓની સાથે નેવી અને એરફોર્સની ટુકડીઓ પણ સામેલ હતી અને આ ટુકડીઓ માંથી સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટુકડીને બેસ્ટ માર્ચિંગ દળની ટ્રોફી આપવામાં આવે છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સારો પ્રદર્શન કરવા પર CISF દળને ફરી બેસ્ટ માર્ચિંગ દળ ટ્રોફી પોતાના નામે કરી છે.
CISF દળએ આ પરેડમાં પેરામિલિટ્રી અને અન્ય સહાયક માર્ચિંગ દળોને પાછળ રાખી આ ટ્રોફી પોતાના નામે કરી છે. આ આગાઉ પણ CISF પાંચ વખત આ ટ્રોફીને પોતાના નામે કરી ચુકી છે, આ વખતે છઠ્ઠી વખત છે કે, તેણે બેસ્ટ માર્ચિગ દળની ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે.