જમ્મુ કાશ્નીરના એક સામાજિક કાર્યકર્તા રોહિત ચૌધરી દ્વારા માહિતી મેળવવાનો અધિકાર (RTI) કાયદાને અંતર્ગત મોકલવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે આ માહિતી જાહેર કરી છે.
આ સિવાય તેમણે જણાવ્યું કે, આતંકી ઘટનામાં કુલ 73 સુરક્ષાકર્મી અને 69 નાગરિકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા, ઉત્તરીય કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 86 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તેમણે સંકલ્પ લીધો હતો કે, આતંકીઓ વિરૂદ્ધ આ કડક કાર્યવાહી કરવામાં આવશે.