નવી દિલ્હી : કોરોનાના સંક્રમણના કેસ દિલ્હીમાં સત્તત વધી રહ્યા છે. આ મામલામાં મરકજથી આવેલા લોકો વધારે જોવા મળ્યા હતા. ત્યારે મરકજને લઇ આગાઉ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજ્યમાં કેસમાં જે વધારો થઇ રહ્યો છે તનો જવાબદાર મરકજથી પરત ફરેલા લોકો છે. જે બાદ આજ રોજ સ્વાસ્થ્ય પ્રધાને પણ આ જ વાત કરી હતી.
દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે કોરોના સંક્રમણને લઇ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં હાલ 386 પોઝિટિવ કેસ છે અને આમાંથી 289 ફક્ત તે લોકો છે જે લોકો મરકજથી પરત ફર્યા હતા.
સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, તબલીઘી જમાતથી જોડાયેલા 600 લોકોને બે દિવસ માટે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓળખ કરવામાં આવી હતી અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.