ETV Bharat / bharat

ઝારખંડના દુમકામાં ઓવરલોડેડ ટ્રક કાર ઉપર પડી, 6 લોકોનાં મોત - ભાયનક અકસ્માત

ઝારખંડના દુમકામાં જામા પોલીસ મથક નજીક ટ્રક પલટી ખાતાં કારમાં સવાર 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકોમાં બે બાળકો, બે મહિલા અને બે પુરુષોનો સામેલ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી ટ્રકને હટાવાયો હતો.

road-accident-in-dumka
ઝારખંડના દુમકામાં ઓવરલોડેડ ટ્રક કાર ઉપર પડી, 6 લોકોનાં મોત
author img

By

Published : Aug 26, 2020, 7:53 AM IST

દુમકા: ઝારખંડના દુમકામાં જામા પોલીસ મથક નજીક ટ્રક પલટી ખાતાં કારમાં સવાર 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકોમાં બે બાળકો, બે મહિલા અને બે પુરુષોનો સામેલ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી ટ્રકને હટાવાયો હતો.

રાજ્યના દુમકા-દેવઘર મુખ્ય માર્ગ પર સ્ટેટ બેંકની નજીક ચોખા ભરેલો એક ઓવરલોડેડ ટ્રક કારને ઓવરટેક કરવા જતાં કાર નીચે દબી દઈ હતી. કારમાં સવાર પાંચ લોકોનાં મોત ઘટના સ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક બાળકને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જતાં બાળકને મૃત જાહેર કરાયો હતો. આ બધા લોકો એક ઘાયલ સંબંધીની ખબર અંતર પુછવા ગયાં હતાં. મૃતકોમાં ત્રણ બિહારના બિહટાના અને ત્રણ દેવઘરના છે. દુમકામાં રહેતા સંજીવ કુમાર મત્સ્યઉદ્યોગમાં નોકરી કરે છે. આ અંગે તેમણે કહ્યું કે, મૃતકો બધા જ મને મળવા આવ્યાં હતાં.

મૃતકોમાં નેહા કુમારી, નાના ભાઈની પત્ની અને બે બાળકોનો સામેલ છે. ત્રણેય બિહારના બિહટાના હતાં. આ સાથે નેહા કુમારીનો ભાઈ શાંતનુસિંહ, માતા અર્ચનાસિંહ અને મિત્ર દેવઘરનો રહેવાસી હતો. આ અકસ્માતમાં આ ત્રણેયનાં પણ મોત નીપજ્યાં છે. ભાયનક અકસ્માત બાદ અફરાતફરી મચી દઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.